જી રે લાખા ! મૂળ રે વચનનો મહિમા છે મોટો… – લોયણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
જી રે લાખા ! મૂળ રે વચનનો મહિમા છે મોટો… – લોયણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
જી રે લાખા ! મૂળ રે વચનનો મહિમા છે મોટો… – લોયણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
આજ મારે સંતો રે પધાર્યા રંગ મોલમાં – લોયણ – વાના જેતા ઓડેદરા
જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો… લોયણ – રતનભાઇ કોડીયાત
જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે… – લોયણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚
એ જી તમે મન રે પવનને બાંધો રે હાં…
હે જી રે લાખા ! નુરતે નીરખો ને સુરતે પરખો જી
તમે સુરતા શુન્યમાં સાંધો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
હે જી રે લાખા ! નાદ રે બુંદની તમે ગાંઠ રે બાંધો
મૂળ વચને પવન થંભાવો રે હાં…
હે જી રે લાખા ! ઉલટા પવન થંભાવો એને સુલટમાં લાવો જી
એવી રીતે એક ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
હે જી રે લાખા ! ઈંગલા પીંગલા સુષમણા રે સાધો જી
તમે ચંદ્ર સૂર્ય એક ઘરમાં લાવો રે હાં…
હે જી રે લાખા ! ત્રીવેણીનાં મોલમાં દેખો તપાસી જી
પછી જોતમાં જ્યોત મીલાવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
હે જી રે લાખા ! અનભે પદને ઓળખાવાને માટે
તમે જ્યોત ઓળાંડી આઘા ચાલો રે હાં…
હે જી રે લાખા ! શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં
તમે અકતા ના ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦