Archive

Posts Tagged ‘રતનદાસ’

આ ખેલ ખોટો બંદા – રતનદાસ – ખીમા ગઢવી

આ ખેલ ખોટો બંદા – રતનદાસ – ખીમા ગઢવી

બેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

બેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

બેદલ મુખસે મીઠાં બોલે, એની વાણીમાં વરમંડ ડોલે,
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
કોયલડી ને કાગ દોનું બેઠાં આંબાડાળે જી,
રંગ બેઉનો એક જ છે, ભાઈ ! રંગ બેઉનો એક જ છે, પણ બોલી એક જ નાંય …
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
હંસલો ને બગલો બેઉ બેઠાં સરોવર પાળે જી,
રંગ બેઉનો એક જ છે , ભાઈ ! રંગ બેઉનો એક જ છે,પણ ચારો એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
શ્યામ મુખની ચણોઠડી ઈ તો હેમ સંગે તોળાય છે રે,
તોલ બેઉનો એક છે, ભાઈ ! તોલ બેઉનો એક જ છે,એનું મૂલ એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
ગુરુ પ્રતાપે ભણે રતનદાસ, સંત ભેદુને સમજાય જી,
ધર્મરાજાને દ્વાર જાતાં, પ્રભુજીને દરબાર જાતાં, આડી ચોરાશીની ખાણ..
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..

આ ખેલ ખોટો બંદા – રતનદાસ – ખીમા ગઢવી

રતનદાસનું  ખીમા ગઢવી દ્વારા ગવાયેલું સુંદર ભજન ….