Archive

Posts Tagged ‘માળા’

ગુરુજીના નામની હો‚ માળા છે ડોકમાં.. (હરિહરાનંદજી)

ગુરુજીના નામની હો‚ માળા છે ડોકમાં…

ગુરુજીના નામની હો‚ માળા છે ડોકમાં

જૂઠું બોલાય નહીં‚ ખોટું લેવાય નહીં ;

અવળું ચલાય નહીં હો… માળા છે ડોકમાં…

ક્રોધ કદી થાય નહીં‚ પરને પીડાય નહીં‚

કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં…

પરને નીંદાય નહી હું પદ ધરાય નહિ

પાપને પોષાય નહિ હો… માળા છે ડોકમાં…

સુખમાં છલકાય નહીં‚ દુ:ખમાં રડાય નહીં ;

ભક્તિ ભૂલાય નહીં હો… માળા છે ડોકમાં…

ધનને સંઘરાય નહીં‚ એકલાં ખવાય નહીં‚

ભેદ રખાય નહીં હો… માળા છે ડોકમાં…

બોલ્યા બદલાય નહીં‚ ટેકને તજાય નહીં‚

કંઠી લજવાય નહીં હો… માળા છે ડોકમાં…

હરિહરાનંદ કહે સત્યને ચૂકાય નહીં‚

પંથ ભૂલાય નહીં હો… માળા છે ડોકમાં…

નારાયણ વિસરાય નહીં હો‚ માળા છે ડોકમાં…