Archive

Posts Tagged ‘નરસિંહ મહેતા’

અને વાલા પ્રીતમજી તમને શું કહું… – (નરસિંહ મહેતા / દેવીદાસ )

અને વાલા પ્રીતમજી તમને શું કહું… – (નરસિંહ મહેતા / દેવીદાસ )

અખંડ રોજી હરીનાં હાથમાં – નરસિંહ – અમરનાથ બાપુ

અખંડ રોજી હરીનાં હાથમાં – નરસિંહ – અમરનાથ બાપુ

અખંડ રોજી હરીનાં હાથમાં – નરસિંહ – પ્રફુલ્લ દવે, ભારતી વ્યાસ

આજ સખી રે અમે ગોકુળ ગ્યાતાં – નરસિંહ – હેમુ ગઢવી

આજ સખી રે અમે ગોકુળ ગ્યાતાં – નરસિંહ – હેમુ ગઢવી

જાગો ને જસોદાના જાયા ! વ્હાણલાં રે વાયા… (નરસિંહ મહેતા)

જાગો ને જસોદાના જાયા ! વ્હાણલાં રે વાયા… નરસિંહ – હેમંત ચૌહાણ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚

સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚

સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚

નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે…

જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે… નરસિંહ – શક્તિદાન ગઢવી

જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે

આવડી ધૂન મચાવે વ્રજમાં નહિ કોઈ પૂછણહાર રે…

જશોદા…

શીકું તોડયું ગોરસ ઢોળ્યું‚ ઉઘાડીને બાર રે ;

માખણ નો ખાદ્યું ઢોળી નાંખ્યું‚ માંકડાં હારોહાર રે…

જશોદા…

ખાંખા ખોળા કરતો હીંડે‚ બીવે નહીં લગાર રે‚

મહી મથવાની ગોળી ફોડી‚ એવા તે શું બાડ રે…

જશોદા…

વારે વારે કહું છું તમને‚ હવે નો રાખું ભાર રે‚

નત નત ઊઠી અમે કેમ સહીએ‚ વસીએ નગર મોજાર રે…

જશોદા…

મારો કાનજી ઘરમાં પોઢયો‚ ક્યાંય દીઠો નૈં બાર રે‚

દહીં દૂધનાં મારે માર ભર્યા છે‚ બીજે ન ચાખે લગાર રે…

જશોદા…

શાને કાજે મળીને આવી‚ ટોળે વળી દશ બાર રે ;

નરસૈયાનો સ્વામી સાચો‚ જૂઠી વ્રજની નાર તે…

જશોદા…

હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ… (નરસિંહ મહેતા)

હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ… – નરસિંહ મહેતા – ભીખારામ બાપુ

હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ… – નરસિંહ મહેતા – વાના જેતા ઓડેદરા

હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ‚

હઠીલા હરજી અમને‚

માર્યા રે પછી રે મારા નાથજી‚ બહુ દોષ ચડશે તમને…

એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ‚ હાર તમે લાવોને વ્હેલા‚

માંડલિક રાજા અમને મારશે‚ દિવસ ઊગતાં પહેલાં…

એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! નથી રે જોતો હીરાનો હારલો‚ વેગે તમે ફૂલડાંનો લાવો‚

દયા રે કરીને દામોદરા‚ દાસને બંધનથી છોડાવો…

એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! કાં તો રે માંડલિકે તું ને લલચાવિયો‚ કાં તો ચડિયલ રોષો‚

કાં તો રે રાધાજીએ તું ને ભોળવ્યો‚ કાં તો મારા કરમનો રે દોષો…

એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! દાસ રે પોતાનો દુઃખી જોઈને‚ ગરૂડે ચડજો ગિરધારી‚

હાર રે હાથોહાથ આપજો રે‚ મ્હેતા નરસૈંના સ્વામી…

એવા હારને કાજે નવ મારીએ…