દાસી જીવણ લોકવાર્તા – ડૉ.નિરંજન રાજ્યગુરુ
દાસી જીવણ લોકવાર્તા – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerદાસી જીવણ લોકવાર્તા – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerઅજવાળું રે હવે અજવાળું – દાસી જીવણ – વાના જેતા ઓડેદરા
Audio Playerઅકળ કળા નવ જાણી મેરે દાતા – દાસી જીવણ – સાગરદાન ગઢવી
Audio Playerઅબધું તો રણકા ઝણકા હોતા હૈ ગગન મંડલ ઘટમાંય – દાસી જીવણ – સાજણ ભગત
Audio Playerઆજ સખી રે શામળીયે – દાસી જીવણ – હેમંત ચૌહાણ
Audio Playerદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerએવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
એ જી ગુરુજી ગાઈએ મોરારનો મહિમા – દાસી જીવણ
Audio Playerજીવણ કહે કામણ કરી ગયું કોઈ – દાસી જીવણ
Audio Playerવેલેરી કરજો મારી વાર શામળિયા – દાસી જીવણ
Audio Playerપ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી… દાસી જીવણ – મુગટલાલ જોષી
Audio Playerપ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚
ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી…
પ્રેમ કટારી આરંપાર…૦
ચોધારીનો ઘાવ ન સૂઝે જોજો ઈ કોણ જાતકી !
આંખ વીંચી ઉઘાડી જોયું‚ વાર ન લાગી વાતકી…
પ્રેમ કટારી આરંપાર…૦
સઈ ! મેં જોયું શામળા સામું‚ નિરખી કળા નાથકી‚
વ્રેહ ને બાણે‚ પ્રીતે વીંધ્યા‚ ઘાવેડી બહુ ઘાતકી…
પ્રેમ કટારી આરંપાર…૦
ઓખદ બુટી પ્રેમની સોઈ‚ જો પીવે કોઈ પાતકી‚
રાત દિવસ ઈ રંગમાં ખેલે‚ એવી રમતું હે રઘુનાથકી…
પ્રેમ કટારી આરંપાર…૦
દાસી જીવણ ભીમ પ્રતાપે‚ મટી ગઈ કુળ ભાતકી
ચિતડાં હેર્યાં શામળે વાલે‚ ધરણીધરે ધાતકી…
પ્રેમ કટારી આરંપાર…૦