ગરવા પાટે પધારો ગુણપતિ… (કેશવ)
ગરવા પાટે પધારો ગુણપતિ… કેશવ – મથુરભાઇ કણજારીયા
Audio Playerગરવાં પાટે પધારો ગણપતિ – કેશવ – કાવાભાઇ મકવાણા
Audio Playerજમા જાગરણ કુંભ થપાણાં મળીયા જતિ અને સતી‚
ગરવા પાટે પધારો ગણપતિ…
પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી‚
ગરવા પાટે પધારો ગણપતિ…
નિજીયા પંથીએ મંડપ રોપ્યા‚ ધરમ ધજાયું ફરકતી
ગત ગંગા આરાધે દેવતા‚ નરનારી એક મતિ
ગરવા પાટે પધારો ગણપતિ…
વેદ ભણંતા બ્રહ્માજી આવ્યા‚ આવ્યાં માતા સરસ્વતી
કૈલાસથી ભોળાનાથ પધાર્યા સાથે પાર્વતી સતી
ગરવા પાટે પધારો ગણપતિ…
તેત્રીસ કોટિ દેવતા આવ્યાં આવ્યા લક્ષ્મી પતિ
બાવન વીર ને ચોસઠ જોગણી આવ્યાં છે હનમો જતિ
ગરવા પાટે પધારો ગણપતિ…
નવનાથ ને સિદ્ધ ચોરાશી આવ્યા છે ગોરખ જતિ
પોકરણથી પીર રામો પધાર્યા એ તો બાર બીજના પતિ…
ગરવા પાટે પધારો ગણપતિ…
કેશવ તમને વિનવે સ્વામી‚ મંગળકર મુરતિ
ધુપ ધુપ અને ઝળ હળે જ્યોતિ ઉતારૂં આરતી
ગરવા પાટે પધારો ગણપતિ…