Feedback
આનંદ આશ્રમ વેબસાઈટ આપને કેવી લાગી? અહીં પ્રસ્તુત સત સાહિત્ય અને પ્રાચીન ભજનિકોની વાણી આપને સ્પર્શી કે નહીઁ તે વિશે આપના અભિપ્રાય જાણવાનુઁ અમને ચોક્કસ ગમશે. આપનો અભિપ્રાય નીચે લખી શકો છો.
આનંદ આશ્રમ વેબસાઈટ આપને કેવી લાગી? અહીં પ્રસ્તુત સત સાહિત્ય અને પ્રાચીન ભજનિકોની વાણી આપને સ્પર્શી કે નહીઁ તે વિશે આપના અભિપ્રાય જાણવાનુઁ અમને ચોક્કસ ગમશે. આપનો અભિપ્રાય નીચે લખી શકો છો.
Khub saras…Gujarati bhasha ne jivti rakhva badal aabhar
પ્રિય સ્નેહીજનો , આપ સૌ તરફથી આ રીતે પ્રોત્સાહન મળતું રહે છે એ બદલ ધન્યવાદ.. તમામ વિડીયો ક્લિપ્સ અને પુસ્તકો તથા અન્ય લેખ સામગ્રી વિના મુલ્યે ડાઉનલોડ કરી શકાય તેમ મૂકી છે, માત્ર પરંપરિત ભજનોની ઓડિયો સામગ્રી હજુ ડાઉનલોડ કરી શકાય તેમ નથી મૂકી શક્યો, એની પાછળ ઘણાં કારણો છે, ..ભવિષ્યમાં થોડીક સુવિધા થયે એ પણ વિનામુલ્યે કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરી શકશે.. થોડીક ધીરજ ધરો અને મારી જરૂરીયાતો પૂર્ણ થઇ જવા દો..નિરંજન રાજ્યગુરૂના સ્મરણ…
Ati uttam, sundar bhajano mann ne khoob shanti appe che.
khoti kalapna sane kare- Aaa bhajane ghani chinta ochi kari nakhi. Aapno khoob Aabhar and aapne vandan.
નમસ્તે,
આપને સવિનય નમન-વંદન સાથે મારી વાત સુચન રૂપે રજુ કરું છું.
“આનંદ આશ્રમ” વેબ પોર્ટલનાં માધ્યમથી આપે અથાગ પરિશ્રમ દ્વારા અર્જિત કરેલ લોકસાહિત્ય, લોકસંગીત, સંત પરંપરા એવી વિધ-વિધ અત્યંત મહત્વપૂર્ણ અને દુર્લભ એવી ગદ્ય, પદ્ય, દ્રશ્ય, શ્રાવ્ય આદિ સામગ્રીઓનું આયોજનબદ્ધ સંકલિત પ્રસારણ દરેક જિજ્ઞાસુઓની અપેક્ષ પૂર્ણ કરવા માટે સક્ષમ છે.
હું ફક્ત દેસી ભજન ગાઉં છું એટલે ભજનને લગતા સ્થૂળ ભેદ અને પ્રકારોને સમજવાનો મારો પહેલો પ્રયત્ન છે. અમુક વહીવટી કારણોસર દેસી ભજનની પરંપરાને જાણવાનો ને માણવાનો પ્રત્યક્ષ અવસર પ્રાપ્ત થતો નથી.
“આનંદ આશ્રમ” વેબ પોર્ટલમાં દેસી ભજનો, તેનો રચયિતા ભક્ત કવિ-કવિયત્રીઓ, ભજનીકો આદિનું વર્ણન છે પણ જો એ સાથે “ભજનોના પ્રકારો” શ્રેણીનો ઉમેરો થાય એવી અપેક્ષ રાખું છું.
તકનીકની દુનિયામાં નવી પેઢીનાં ભજનીકો દ્વારા “આનંદ આશ્રમ” વેબ પોર્ટલનાં માધ્યમથી આપણી ભવ્ય પરંપરાનું વિહંગાવલોકન થાય એ ઉત્તમાત્તમ બાબત કહી શકાય.
વ્યાકર ક્ષતિ તથા અજાણતા થયેલ અવિવેક બદલ ક્ષમ ચાહું છું.
આભાર સહ,
ગોવિંદ મકવાણા
બી-૧/૪૬, સોમદત્તપાર્ક સોસાયટી,
રાજેશ ટાવર રોડ, ગોત્રી,
વડોદરા-૩૯૦ ૦૨૩
મો-૯૪૦૯૩૮૧૧૩૯
પ્રિય ભાઈશ્રી,
આનંદ-આશ્રમ.કોમ અથવા – રામસાગર.ઓઆરજી વેબસાઈટ પર પરંપરાગત ભજન પ્રકારો વિષે વિગતે માહિતી આપવામાં આવી છે જે આપના ધ્યાનમાં નથી આવી. કયું ભજન ક્યારે ગવાય,સંધ્યાથી માંડીને સૂર્યોદય સુધીની સમગ્ર રાત્રી દરમિયાન કયા કયા ભજન પ્રકારો સમયાનુંક્રમે ગવાય તે અંગે આખો લેખ લખાયો છે તે જોઈ જાવા વિનંતી છે.. નિરંજન
નમસ્તે,
મારા સવિનય નીવેદનાયાત્મક સુચન અનુસંધાને પ્રત્યુત્તર પાઠવવા બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
“ભજનનાં પ્રકારો” વિષેનાં લેખ પર મારું ધ્યાન નહોતું ગયું એ બદલ ક્ષમાં ચાહું છું.
મિશાનરી ધગશથી થતું આપનું કાર્ય મારા માટે પ્રેરક સિદ્ધ થતું જાય છે.
આભાર સહ,
ગોવિંદ મકવાણા
બી-૧/૪૬, સોમદત્તપાર્ક સોસાયટી,
રાજેશ ટાવર રોડ, ગોત્રી,
વડોદરા-૩૯૦ ૦૨૩
મો-૯૪૦૯૩૮૧૧૩૯
dear sir
i want book for search in secret India in Gujarati version writer by pol Brenton
Regards
Divyesh b goswami
om Namonarayan
hu je vastu ketalay divashti sodhi rahyo hato te aje mane tamara dvara madi gai che tamaro abhar kai rite chukvu a samaja tu nathi pan ek vat jarur kahis k aa kary ak maha yagna thi ochu nathi
Divyesh goswami
Namonarayan
નિરંજનભાઈ,
નમસ્તે !
“આનંદ આશ્રમ”ની સાઈટ પર તો હું અનેકવાર આવ્યો છું.
પણ આ “ફીડ બેક”માં પ્રથમવાર આવ્યો છું.
અનેકવાર પધારી, આશ્રમમાં તમારા માર્ગદર્શને અનેક પ્રવૃત્તિઓ થાય છે તે જાણી ખુબ જ આનંદ છે.
કોઈવાર અહીં પધારી, ભજનો સાંભળી, કોઈવાર “વીડીઓ” નિહાળી મારા હૈયે આનંદ થયો હતો.
એક ભજનમાં તમારા સુરે (કે કોઈના) મેં “અલખ પુરૂષ”નો શબ્દો સાંભળ્યો.
એ શબ્દ મારા મનમાં રમવા લાગ્યો, અને પ્રભુપ્રેરણાથી નીચેની રચના શક્ય થઈ>>>>
એક અલખ પુરૂષ !
એક અલખ પુરૂષ આવ્યા રે….
અરે…એ તો મારા ગુરૂજીનો વેશધારીને આવ્યા રે….
એ…જી…એ તો મારા જલાબાપા રે આવ્યા !…..(૧)
અલખ પુરૂષ તો ધોળા વસ્ત્રોમાં શોભે રે……
અરે….એના મસ્તકે પાઘડી ધોળી શોભે રે….
એ..જી….એ તો મારા જલાબાપા રે આવ્યા !…..(૨)
અલખ પુરૂષ તો મેં બોલાવ્યા ‘ને આવ્યા રે….
અરે….એ તો મારા દુઃખડા હરવાને આવ્યા રે….
એ..જી….એ તો મારા જલાબાપા રે આવ્યા !……(૩)
અલખ પુરૂષ તો પકડી હાથ સહારો આપે રે…..
અરે….એ તો ડુબતો મુજને બચાવે રે….
એ..જી…એ તો મારા જલાબાપા રે આવ્યા !……(૪)
ચંદ્ર કહે….શ્રધ્ધાના સથવારે ગુરૂજી અલખ પુરૂષ રે આવે ….
અરે….તમે ચિન્તાઓ એના પર છોડો રે…..
એ…જી….એ તો અલખ પુરૂષ બની ઉગારશે સૌને !…..(૫)
કાવ્ય રચનાઃ તારીખ મે, ૨૯,૨૦૧૩ ચંદ્રવદન
આ રચના મારા બ્લોગ (“ચંદ્રપૂકાર”)પર પોસ્ટરૂપે પ્રગટ કરવાનો ઈરાદો હતો..પણ એ પહેલા જ પ્રભુ ઈચ્છાથી અહીં પ્રગટ થઈ છે.
ઉપરનું લખ્યું એ પહેલા તો પ્રભુ ઈચ્છાથી આપણે ફોન પર વાતો કરી છે…અને કરતા રહીશું.
આશ્રમની પ્રવૃત્તિઓ ચાલુ રહે…તમે તંદુરસ્ત રહો એવી પ્રાર્થના !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting ALL to my Blog Chandrapukar !
Jay Gurudev
Shri Niranjanbhai Aap Ni Navu Pustak Prakashit Thavanu Che a Badal Pahela Khubh Khub Abhinandan me Gaikal atley k 31-07-2013 na roj Akila News paper ma ad vachely Bhagwan Book Nu Vimochan thai Jaay to Mail dwara athva Phone dwara Jan Karso Ji
Jay Gurudev and Jay Hirsagarsaheb
From : Manish Rathod
પ્રણામ, ગંગાસતીના જીવન વિશે ઝડપથી રસસભર વિસ્તૃત માહિતી – પરીચય પ્રાપ્ત કરાવવા બદલ આભાર
આદરણીય શ્રી ડો.નિરંજનભાઈ રાજ્યગુરુ
સાહેબ સવારથી સાંજ સુધી સામાન્ય વ્યક્તિ પોતાની રોજી રોટી કમાવવા માટે સવાર થી સાંજ સુધી મહેનત કરે છે અને સાથે પોતાની રૂચી પ્રમાણે પોતાના મોજ શોખ કરે છે. સાહેબશ્રી મારા જેવા ઘણા લોકોને લોક સાહિત્ય નો શોખ હોય છે પરંતુ જુનવાણી લોક સાહિત્ય મેળવવું હાલના તબ્બકે ખુબ જ દુર્લભ છે તેવા સંજોગોમાં આપના દ્વારા આપવામાં આવેલ હાલનો સંગ્રહ અમુલ્ય વારસા સમાન છે , આપના જેવા સાચા સંત ને મારા સત સત નમન
આપે સાચું જ કીધું છે કે ગામડામાં છૂપાં ભજનિક રત્નો વિશેની જાણકારી મેળવવા તો એક ખાસ સંશોધન યોજના બનાવવી જોઈએ.તેને માટે અમો નાં કોઈ સાથ સહકારની જરૂર હોય તો જણાવશો ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આપની આ અમુલ્ય સેવા ને ક્યારેય ભૂલી નહિ શકે…
લી. જીતેન્દ્ર વાજા
એડવોકેટ
જુનાગઢ
niranjanbhai, namashkar. aapni sahitya ane sansodhan angeni pravuti joi ne khub j anand thayo, koi vakhat ishvar ichha thaye jarur rubru mulakate avishu….jay mataji.pravindan rohadia…
આનંદ આશ્રમ ગૌશાળા, ઘોઘાવદર ઇલેક્ટ્રિક વાયરિંગ જરૂરીયાત ૧૭-૧૦-૨૦૧૩
વાયર ફિનોલેક્ષ્
૪,૦૦૦ ૪ એમ.એમ. બંડલ-૧
૧૦,૫૦૦ ૨,૫ એમ.એમ. બંડલ-૬
૬,૦૦૦ ૧,૫ એમ.એમ. બંડલ- ૮
૧,૩૦૦ ૧ એમ.એમ. બંડલ-૨
મેટલ બોક્ષ
૧૫૦ ૧૮ મોડ્યુલ્સ નંગ-૨
૧૯૫ ૧૬ મોડ્યુલ્સ નંગ-૩
૮૦ ૧૨ મોડ્યુલ્સ નંગ-૨
૧૩૦ સરફેઈસ બોર્ડ ૧૨-૫ # ૧૦-૫ નંગ-૨
૨૫૦ પ્લેટ ૧૮ મોડ્યુલ્સ નંગ-૨
૨૧૦ પ્લેટ ૧૬ મોડ્યુલ્સ નંગ-૩
૧૯૦ પ્લેટ ૧૨ મોડ્યુલ્સ નંગ-૨
સ્વીચ નેસ્ટોન કંપની
૬૬૦ ૫ એમ્પી. નંગ ૬૦
૫૪૦ ૧૫ એમ્પી. નંગ ૧૨
૬૬૦ ૧૫ એમ્પી .પ્લગ નંગ-૧૨
૪૦૦ ૬ એમ્પી.પ્લગ નંગ-૨૦
૨,૫૦૦ સ્ટેપ રેગ્યુ ૩૦૦ વોટ નંગ-૧૦
૧૬૦ બ્લેન્ક ૨૦
૬૪૮ એન્ગલ હોલ્ડર ૪-૪ નંગ-૨૪
૭૫૦ ૧૨ મોડ્યુલ્સ ડી.બી. બોક્ષ-૧
૭૫૦ એમ.સી .બી. એન્કર ૧૦ એમ્પી . નંગ-૬
૭૫૦ એમ.સી .બી. ૨૦ એમ્પી. એન્કર નંગ-૬
૨૮૦ એમ.સી .બી. એન્કર ૨ એમ્પી. નંગ-૧
સરફેઈસ
૧૪૦ ૫ એમ્પી.સ્વીચ નંગ-૨૦
૯૦ ૬ એમ્પી પ્લગ નંગ-૬
૨૭૦ ૧૫ એમ્પી.સ્વીચ નંગ-૬
૨૭૦ ૧૫ એમ્પી.પ્લગ નંગ-૬
૩,૦૦૦ ૩૨ એમ્પી. ચેંજ ઓવર નંગ -૧
૪,૫૦૦ સર્કિટ બ્રેકર નંગ-૧
૧,૦૦૦ ૬ એમ.એમ. કોપર વાયર અર્થીંગ
૧,૨૦૦ ૬ એમ.એમ. ૧૨-૧૨ કોપર પ્લેટ અર્થીંગ
૧૪,૦૦૦ – ૧૦ પંખા -હેવલ્સ
૧૦,૦૦૦ મજૂરી – કમ્પ્લીટ -ફીટીંગ
૬૫,૬૧૩
નિરંજનભાઈ વેબસાઇટ પર ખજાનો છુટ્ટો મુક્યો હોય એવો હરખ થાય છે.ખાસ તો રામસાગરના રણકારે પ્રાચીન પરંપરા જીવંત થતી લાગે અભાર સહ આનંદ-ઓમ નમોનારાયણ
i want to purchase book of “sati loyan aakhyan” and ” sant muldas aakhyan ” in gujarati..mo.9765094510 nashik
તમારી સીટે ખુબજ સરસ છે। …
જો તમારી પાસે રામદેવ પીર ના જ્યોત પાટ ની કોઈ વધારે માહિતી હોય તો મને આપો તો આપનો ખુબ ખુબ આભાર રહેશે। …….
મારા પુસ્તકમાં તમામ વિગતો આપવામાં આવી છે, બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના- માં એ સિવાય અન્ય પુસ્તકોમાં પણ
Niranjan Bhai,
I have down loaded about dozen books from your web site.I must appreciate the gigantic task undertaken by you. I would like to meet you personally some time in May 2014. I will be happy to invite you to my residence at Mumbai.
I was impressed by the research on the Saints of India. However, can you please tell me who are the presently living saints of Gujarat and where all are they presently carrying out their activities with their current locations/addresses. It will be interesting to meet them while they are alive. This i because every May vacations I like to spend my time in this area either by going to such places of pilgrimage.This may I might visit Goghavadar as in my opinion I would also consider to be a living saint of Gujarat in addition to Moraribapu. But if you can help me in identifying other saints currently in the state of Gujarat, I will be obliged.With regards,
Anil Gor
संतो समझे का मत न्यारा, जो आतम तत्व विचारा.
औरन से कहे आपा खोजो, आप अपना नहिं जाने,
मुख कुछ आन हिरदे कुछ आना, कैसे राम पहिचाने …
Dear Divyesh,
I do not dispute what you say. But it is equally important to spread awareness about living saints. This is because saints themselves will not proclaim themselves. And those who proclaim them as saints are commercially engaged in the business of money making in the name of God.. Therefore if some research has been done on this subject, I would like to acknowledge the efforts and value the opinion of researcher..I consider myself lucky to have met Niranjanbhai. I consider him as a living saint of Gujarat today……
મુ.દુધઈ તા.મુળી જીલ્લો સુરેન્દ્રનગર ખાતે બ્રાહ્મણી નદી ને કાંઠે આવેલ શ્રી વડવાળાની જગ્યામાં અસલ દેસીઢાળ માં ભજનો ગાવાવાળા સાધુઓ છે.અને ત્યાં અસલ જુના ભજનો સચવાઈ રહ્યા છે.
આજ થી સાત-આઠ કદાચ વધારે વરસ પહેલા આકાશવાણી રાજકોટ ઉપરથી પ્રસારીત થયેલ શ્રી બાબુભાઈ રાણપુરા દ્વારા પ્રસ્તુત થયેલ કાર્યક્રમ માં બહુજ ઓછા ગવાતાં અને સાંભળવા મળતાં,એ ભજનો અને ઢાળ મને સાંભળવા મળેલ.એ મહામુલો ખજાનો લુપ્ત થઈ જાય એ પહેલાં અેને ધ્વનીમુદ્રીત કરીને સાચવી લેવા જોઈએ. મે આકાશવાણીના એ કાર્યક્રમનું ધ્વનીમુદ્રણ કરેલ છે પરંતુ એ ગુણવતાવાળુ થયેલ નથી.
સોલંકી અ.ના.
ગાંધીનગર
છતાં શક્ય હોય તો તેની નકલ મને મોકલી શકો ? ઈમેઈલ દ્વારા અથવા સીડી દ્વારા . બની શકે તો જરૂર મોકલો નિરંજનના સ્મરણ .
respected sir,
gujarati sahitya ni seva karvani prabhu apne satat prerana ane urja ape evi param krupalu parmatmane prarthana
gagan gadh ramvane halo – aa bhajan aakhu hoy to website par mukva vinanti
Hi divyakant,
I have full bhajan and that to in kandas bapu’s voice in my cell phone. I will send you out please share your mobile number or you can contact me on 8460104642.
Thank you,
Vipul Korat
આદરણીય કેદારસિંહજી બાપુ, સાદર સ્મરણ, આપનો સંદેશો મળ્યો, મારાં આશ્રમમાં સ્ટુડીઓ કે રેકોર્ડીંગ સાધનો નથી, માત્ર એક નાનકડા વિડીયો કેમેરા દ્વારા ગામડાના જૂના ભજનીકો પાસે સચવાયેલા પ્રાચીન ભજનોના ઢાળનું ધ્વનિમુદ્રણ આજ સુધી કરીને મારી વેબસાઈટ ઉપર મુકતો હતો એવામાં એ કેમેરા પણ બંધ પડ્યો, કોઈ સામે હાથ લાંબો ન કરવો એવું પણ આજ સુધી જળવાયું છે એટલે કોઈ જાતની સાધન સામગ્રી માટે ક્યારેય કોઈને નથી કહ્યું, વેબ સાઈટ પરની તમામ સામગ્રી પણ તદ્દન વિના મૂલ્યે કોઈ પણ જિજ્ઞાસુ પ્રાપ્ત કરી શકે એમ મૂકી છે પણ કોઈ હરિનો લાલ સામેથી આ પ્રવૃત્તિને ચાલુ રાખવા મદદગાર નથી થયો, અવસ્થાને કારણે હવે હું પણ બહુ સારી રીતે ગાઈ શકતો નથી, આપની રચનાઓ કોઈ સારા ધંધાદારી ગાયકના કંઠે ગવાય અને જાહેરમાં રજુ થાય તો એનો લાભ સૌને મળતો રહે, અવકાશે જરૂર એકવાર આશ્રમની મુલાકાતે આવો,જેથી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે, બસ નિરંજનના સ્મરણ…૨૨-૮-૨૦૧૪
આદરણીય શ્રી નિરંજન દાદા,
આપના ચરણોમાં ભક્તિ શ્રધ્ધાપૂર્વક સાદર પ્રણામ.
મે આપને તો વર્ષો પેલા જ સાંભળ્યા હતા પરંતુ આપની આ અમૂલ્ય વેબસાઇટનો લાભ છેલ્લા થોડા વરસોથી લઈ રહ્યો છુ. આપે જિંદગી આખી હોમી દઈને સૌરાષ્ટની પરંપરાગત ભક્તિ અને ભજનનો અમૂલ્ય વારસો સાચવી અને તેને વિશ્વભરના લોકો સુધી પહોચાડી સમગ્ર માનવજાત પર એટલો મોટો ઉપકાર કર્યો છે કે તેનું મૂલ્ય ચૂકવી શકાય તેમ નથી. તે તો માત્ર આવનારા વર્ષોમાં અનુભવી જ શકાશે. આર્થિક પ્રતિકૂળતાઓને ઈશ્વર સારી રીતે જાણતો હોય છે. એને જે કામ આપણી પાસેથી કરાવવું હોય તે કરાવી જ લે છે. તબિયત સાચવીને થાય તેટલું કરવું કારણકે આ તો ઈશ્વરનું કાર્ય છે તે કોઈ બીજાને પ્રેરણા કરશે. પરંતુ આ સમય આપની તબિયત સાચવવાનો છે કારણ કે અમારે આપની ખૂબ જરૂર છે. આપનો ઋણી નયનકુમાર વ્યાસ, ગાંધીનગર ફોન – ૮૧૨૮૬૫૦૮૦૯.
Please change in http://www.anand-ashram.com/creation-and-research/the-encyclopedia-of-saints/ of Saint Jalaram’s nirvan year. It is 23rd february 1881. He was born on 4 November 1799.
Reference-http://en.wikipedia.org/wiki/Jalaram
My intention is not to hurt your feelings, just want to inform you.
ધન્યવાદ , આભાર, સંત સાહિત્યમાં માહિતીની શુદ્ધિ-વૃદ્ધિ થતી રહે એ આપણું સૌભાગ્ય છે .
Jay Gurudev
આદરણીય શ્રી ડો.નિરંજનભાઈ રાજ્યગુરુ
સાદર પ્રણામ.
Sant Shri Hirsagarbapa Gurudwar,
Rajkot.
Manish Rathod
The best website for finding out information about folk songs and Prachin bhajans of Kathiawad. I recommend this website to all who are interested in learning more about our culture and, who wants to learn bhajans. This is the website to remember. I thank Niranjan Rajyaguru for creation of this website.
Jai Shri Krishna
with Regards
Keshu Rajde – Birmingham UK
Dr. Niranjan Rajyaguru,
Highly appreciate your fine research work in collecting information on traditional bhajans! Is it possible to download or buy your book ‘Bhajan Mimansa’ ?
Thanks
Swamiji jay siyara…mare ek bhajan joyea che…dekho ne yaaro Mera Haal mastana…I think kabir nu che…mai bahu try karyo pan maltu nathi…mane Aasha che aap aapso….jsram pranam…
“Das savo” vishe koi mahiti malse? Also known as “das savo dilsat” if I remember correctly it was like “kare sahay kirtar to aganma aach no aave, kare sahay kirtar to dhust nade nahi dave, kare sahay kirtar to bhikhari bhupat thape, kare sahay kirtar to khadag ni thar no kape, dino nath che dayal ena vakhan su zazza, …………?!, das savo dilsat kahe eek durijan thi darta raho” FYI, Kandas Bapu das sava ne bahuj gata.
મારાં આશ્રમમાં સ્ટુડીઓ કે રેકોર્ડીંગ સાધનો નથી, માત્ર એક નાનકડા વિડીયો કેમેરા દ્વારા ગામડાના જૂના ભજનીકો પાસે સચવાયેલા પ્રાચીન ભજનોના ઢાળનું ધ્વનિમુદ્રણ આજ સુધી કરીને મારી વેબસાઈટ ઉપર મુકતો રહ્યો છું, કોઈ સામે હાથ લાંબો ન કરવો એવું પણ આજ સુધી જળવાયું છે એટલે કોઈ જાતની સાધન સામગ્રી માટે ક્યારેય કોઈને નથી કહ્યું, વેબ સાઈટ પરની તમામ સામગ્રી પણ તદ્દન વિના મૂલ્યે કોઈ પણ જિજ્ઞાસુ પ્રાપ્ત કરી શકે એમ મૂકી છે પણ કોઈ હરિનો લાલ સામેથી આ પ્રવૃત્તિને ચાલુ રાખવા મદદગાર નથી થયો,તમામ વિડીયો ક્લિપ્સ અને પુસ્તકો તથા અન્ય લેખ સામગ્રી વિના મુલ્યે ડાઉનલોડ કરી શકાય તેમ મૂકી છે, માત્ર પરંપરિત ભજનોની ઓડિયો સામગ્રી હજુ ડાઉનલોડ કરી શકાય તેમ નથી મૂકી શક્યો, એની પાછળ ઘણાં કારણો છે,ભવિષ્યમાં થોડીક સુવિધા થયે એ પણ વિનામુલ્યે કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરી શકશે..
ગાયોના દૂધમાંથી ઘોઘાવદર ગામના પીસ્તાલીશ ગરીબ કુટુંબોને મફત છાશ આપવામાં આવે છે અને તદ્દન રાહતભાવથી માત્ર ર૦ રૂપિયે એક લિટર ગાયનું દૂધ ગરીબ કુટુંબને અપાય છે. કોઈપણ જ્ઞાતિની સગર્ભા બહેનને અધો લિટર દૂધ વિનામૂલ્યે આપવામાં આવે છે. અને પ્રસુતિ આવ્યે સવા કિલો ઘી એમને ત્યાં પહોંચાડવામાં આવે છે. આશ્રમની જીવદયા પ્રેરિત સેવા પ્રવૃતિઓ નિહાળીને અનેક વખત સંતો મહંતો કવિઓ કલાકારોએ આ આશ્રમની મુલાકાતો લઈને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી છે. આકાશી રોજીનો આધાર છે , પણ એ માટેનું તપ ઓછું પડે છે.આનંદ આશ્રમના દિવ્ય સાત્વિક આનંદની સમાંતરે વિષાદની વાદળી કયારેક ડૉકાઈ જાય ને એક પ્રકારનો અજંપો ઘેરી વળે. હા, આજની ક્ષણ સુધી કોઈ કાર્ય કયારેય અટકયું નથી તેથી શ્રધ્ધા વિશ્વાસ ડગ્યાં નથી, પણ પરોપજીવી બનીને કયાં લગી જીવતરનો ભાર વેંઢારવો ? આ ખોખલી કાયા હવે ખળભળી છે, નેવાં નમિયાં છે, બહુ ઝાઝી વાર પણ નથી, એકાંતે બેસીને અલખને આરાધવાના ઓરતા આ ભવે તો પૂરા થાય તેમ નથી જ. આદ્ય પુરુષ ઘર ચેલી એવી માયાનું મંડાણ જોગણી ની માયાઝાળ બહુ વસમી છે, એની પ્રતીતિ હરપળે થતી રહે છે. કોઈપણ પંથ, સંપ્રદાય, શિષ્ય, અનુયાયી, દાતા, સાથે જોડાઈને આશ્રમ ક્યારે ય જાહેર સ્થળ ન બની જાય અને મારૂં એકાંત અખંડ રહે એ માટે મથું છું, પણ આંગણે આવતલ સામે મોઢું કેમ સંતાડવું ? ને આશ્રમનો બાહ્ય દેખાવ જોઈને કોઈને કલ્પના પણ ન આવે કે……………
કોની રાહ હવે જોવી કે કોને લખવી હૂંડી,
રામ, શ્યામના પડ્યા દુકાળા, ભવતરણી છે ભૂંડી.
નથી કરણ કે ભોજ, નથી દાદુ દાતારા આજે
નથી કોઈ અવતાર કરૂણા, કવિ કે કવિતા કાજે.
શબરી એઠાં બોર ચાખતા રામ સમાયા સરયુ,
પ્રભાસને પીપળે વીંધાયા શ્યામ દ્વારિકા સાગર માંહે ભળિયું.
જાગી જોયું ઉડ્યા શમણાં હૂ હૂ હૂડ હૂડ વાતાં,
ભડભડ બળે ચિતા અંગારા ગાન બસૂરૂં ગાતાં.
ધરા ધખધખે ખરા ખૂટલ થ્યા ડગમગ દેરી ભીંત ગળી,
નેવાં નમિયાં વેળા થઈ શું સંધ્યા મુજને મળી ?
આમારા ગામ ની ગૌરવ સમી “સંત શ્રી દાસીજીવણ સાહેબ” ની પાવન ધરા પર શ્રી’ડૉ. નીરંજનભાઈ રાજયગુરૂ’ ને તેમન સત્ – સાહિત્ય -સંશોધન (નિરંતર) ના કયોઁ ને અંતર થી અભીલાશા …..
AAtmiya Shree…
AApni web joy, Khub gamyu. Prachin sahitya no Vaibhav Khub saras Rite aape sachavine, Sangrahit karine Snehpurvak Sau sudhi web na madhyam thi samarpit karyo chhe te Badal Khub khub Abhinandan!!!
Aapno aa mangal prayas sarve sahityarasikone Khub upyogi nivde yevi abhyarthna.
Aapshree ne Fari Fari Khub Khub Hadyapurvak Shubhkamnao.
– Jay Siyaram, Jay shree Krishna.
Hello. I am looking for words to dasi jivan bhajan – harijan virla jane vachan. Thank you.
આદરણીય, મુરબ્બીશ્રી ડો.નિરંજનભાઇ, સંતવાણી ક્ષેત્રમાં આપનું કાર્ય અનેકાધિક રીતે ઉત્તમ અને પ્રેરક રહ્યું છે. સંતવાણીનાં સંશોધકો માટે આપનું પ્રેરક અને મૂલ્યનિષ્ઠ માર્ગદર્શન પણ ઉપકારક બને છે. સંતવાણીની સત્વશીલતા અને તત્વશીલતાને માટે આપનું અધ્યયન અને પ્રકાશન હમેંશા મળતું રહે એવા આત્મિક અને આનંદ સાથે હાર્દિક ભાવવંદન….
the name of saint needs to be displayed while cursor is pointed to it and better is name is printed on every photograph
આદરણીય શ્રી ડો.નિરંજનભાઈ રાજ્યગુરુ
. સાહેબશ્રી મારા જેવા ઘણા લોકોને લોક સાહિત્ય નો શોખ હોય છે પરંતુ જુનવાણી લોક સાહિત્ય મેળવવું હાલના તબ્બકે ખુબ જ દુર્લભ છે તેવા સંજોગોમાં આપના દ્વારા આપવામાં આવેલ હાલનો સંગ્રહ અમુલ્ય વારસા સમાન છે , આપના જેવા સાચા સંત ને મારા સત સત નમન
આપે જે લગ્ન ગીતો મુક્યા છે દેશી ગવાયેલ પણ જો ડાઉનલોડ કરી શકાય તો બહુ સારું .આટલું કરવા આપને અરજ
આપની આ અમુલ્ય સેવા ને ક્યારેય ભૂલી નહિ શકે…
અનહદ માનના અધિકારી એવા શ્રી ડો.નિરંજનભાઈ રાજયગુરુજીને મારા વંદન.
અનહદમાનના અધિકારી આપ એટલા માટે છો કે તમારી સાધનાથકી અમો જે શ્રવણપ્રસાદી માણી રહ્યા છે તેનું અમારા માંહ્યલામાં પ્રાગટ્ય અનહદ સ્વરૂપે ડોકાય છે.દાસી જીવન,ભીમસાહેબ,ત્રિકમ સાહેબ,મોરાર સાહેબ,પાનબાઈ વિગેરે વિશેનું આપનું અધ્યયન જે આપની વાણી અને વક્તવ્યમાં પ્રગટ થાય છે એ આપના ગહન એવા આધ્યત્મિક વ્યક્તિત્વને છતું કરે છે.તમારા સંબોધન માં વ્યક્ત થતા શબ્દોમાં કોઈક નાદબ્રહ્મનો જાણે કોઈ ગેબી ગુંજારવ સાંભળતા હોઈએ તેવી અનાયાસ અનુભૂતિ થાય છે.એટલુજ નહિ પરંતુ આપના શબ્દોમાં માનસીકરીતે પણ આપે નુરત-સુરતની કેટલી હદે માનસિક સજ્જતા કેળવી છે તેનો પરિચય મળે છે. આપે શારીરિકપણે ભ્રમરરસ ભેળો કરવામાં જે જેહમત ઉઠાવી છે એના માટે અનહદ માનના આપ અધિકારી છો.મંદીરમાં ગયા વગર મંદિરમાંથી જે ઉપલબ્ધ થાય એના કરતાય સવિષેશ ભક્તિભાવ આપની સ્વમુખે ગાયેલ ભકતીરચનાઓ થકી લાભ થયાની અનુભૂતિ થાય છે.આપની નિસ્વાર્થ સેવા એક સંતને છાજે એવી છે.દાસી જીવણ ના ભજનો પ્રત્યેનો મારો અનુરાગ છે એટલે એમનું સ્થાનક મને ક્યારનુંયે ઊંચા સાદે બોલાવી રહ્યું છે.એક પંથ દો કાજ રૂપે આપના દર્શનનો પણ અભિલાષી છું.ક્યારેક ઈશ્વર મેળાપ જરૂર કરાવશે.
આજરોજ યુ-ટ્યુબ પર તારીખ ૩જી મે ના રોજ યોજાયેલા ત્રિવેણી પ્રોગ્રામમાં મારા માનીતા ભજનિક શ્રી હેમંતભાઈ ચૌહાણ અને આપની જુગલબંધી માણી એટલે તમારી સામે વ્યક્ત થવાની ઘણાં સમયથી બળવત્ત્ત્રર બની ગયેલી લાગણીએ આખરે મને કલમ પકડાવી દીધી.
એક આડવાત.સામાન્ય માણસની આવા પ્રોગ્રામમાં સામેલગીરી કેમ કોઈ કરતું નથી એ એક પ્રશ્ન ઉઠે છે.રાજા મહારાજાઓ ના સમયમાં કલાકારોની કળા મહેલો સુધી મર્યાદિત રેહતી સામાન્યજન સુધી નહોતી પહોચતી. મોભાદાર અને વગદાર વ્યક્તિઓએ આજે એ રાજા મહારાજાઓનું સ્થાન લઇ લીધું હોય એમ નથી લાગતું?
ભલે,ઢુંઢનેવાલે બન્દેતો આખિર અપને ખુદાકો કન્હીસે ભી ઢુંઢહી લેતે હૈ પછી ભલે આજે ટેકનોલોજી નું યુ-ટ્યુબ જેવું માધ્યમ કેમ ના હોય?
આપનો ઋણી,
જગદીશ રાવલ (અંકલેશ્વર)
આભાર મારી ચેતનામાં જામગરીનો તણખો પ્રજલ્વીત્ત કરતા રેહવા બદલ.
પ્રિય જગદીશભાઈ , અનુકુળતા હોય ત્યારે જરૂર આવો, હું નવ ઓગષ્ટ થી ૨૨ ઓગષ્ટ લંડનના પ્રવાસે છું, એ પછી ગમેં ત્યારે આવી શકો.. નિરંજનના સ્મરણ…૩-૮-૨૦૧૭
માનનીય ડૉ.રાજ્યગુરુસાહેબ, સાદર પ્રણામ.
આપ આને આપના કાર્યોથી તો હું છેલ્લાં પચીસેક વર્ષોથી પરિચિત છું ને ૨૦૧૦/૧૧થી આપની વેબસાઈટની પણ સમયાંતરે મુલાકાત લેતો રહું છું. જરૂર પડે ત્યારે ફોન દ્વારા પણ આપને મળું છું.
આપનું કાર્ય ખરેખર અમુલ્ય ને અજોડ છે. આપની પ્રશંશાને માટે શબ્દો મળવા મુશ્કેલ છે. માટે આપની પ્રશસ્તિમાં વધુ કંઈ ના કહેતાં માત્ર એટલું જ કહીશ કે મારી સાથે સંતવાણીનાં સંશોધન અને સંપાદનમાં રસ ધરાવનાર અનેક લોકોએ આપને મનોમન પોતાના ગુરુ માની લીધેલ છે. આપ અમારા આદર્શ છો. અવાર-નવાર ફોન કરીને આપની પાસેથી માર્ગદર્શન મેળવતો રહું છું. આપ આટલા વ્યસ્ત આને હવે તો અવસ્થા પણ થઇ હોવા છતાં અમારા જેવા જીજ્ઞાસુઓના ફોન ઉપાડીને ધીરજથી સાંભળવાની સાથે આપના જ્ઞાનનો લાભ પણ આપતા રહો છો એ બદલ આપનો આભાર માનીએ તેટલો ઓછો છે.
– પ્રકાશચંદ્ર કા.સોલંકી, ‘પ્રણય’
(પાલનપુર, જિ-બનાસકાંઠા)
स्नेहीश्री निरंजनभाई,
गंगासति विशे आपनुं प्रवचन सांभण्युं. अदभूत.
संतो/भजनिको ऐ लोकप्रवाहने वाण्यो छे, घड्यो छे.
तेमां रेशनल विचारो छे.
मने तेमां रुचि छे.
समय मणे तो आ मुद्दा उपर आपनी साथे चर्चा करवी छे.
हुं IGP छुं. (Intelligence, Police Bhavan, Gandhinagar)
गांधीनगर/अमदावाद आववानुं थाय तो जणावशो.
मोबाईल: 9978406070
सन्मान साथे
रमेश सवाणी, IPS
આદરણીય શ્રી ડૉ.નિરંજનભાઈ,
લોક સાહિત્યની અનમોલ સેવા આપના દ્વારા થઈ રહી છે.લુપ્ત થઈ ગયેલા અસલ ભજનો લોક ગીતો,વાર્તાઓ વગેરેનું આપ સંપાદન કરી લોક ભોગ્ય કરી રહ્યાં છો તે એક ખુબ પ્રશંસનીય કાર્ય છે.આ વેબસાઈટ પર લોક સાહિત્યના રસીકો પાસે ઉપલબ્ધ હોય તેવા અસલ જુના ઢાળમાં ગવાયેલ ભજનો,લોકગીતો વગેરેની ઓડીઓ-વિડીયો ક્લીપ હોય તો મોકલવા માટે અપીલ કરવામાં આવે તો વધુ કાર્ય થઈ શકે.જુના સમયમાં ગામડાંઓમાં બહેનો દ્વારા ગવાતાં અસલ જુના રાસડાઓને ફરી જીવંત કરવા માટે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવે તથા તેમાં સંસ્કૃતિના ચાહકો દ્વારા સેવા આપવાની અપીલ કરવામાં આવે તો વિસરાઈ ગયેલા જુના રાસ કદાચ ફરી મેળવી શકાય.આપશ્રી સંતો-મહંતો વગેરે વિશે પ્રમાણભુત ઐતિહાસીક માહિતી શોધી રજુ કર્રી રહ્યાં છો તે એક સાચા સંશોધકના લક્ષણો છે.”પરભાતે સુરજ ઉગીયો,સીતા રામની જોવે વાટ ; શેરડીયે સંતો આવે,ભીક્ષા એને કોઇ ન લાવે” શબ્દો વાળા આખા ગીત વિશે માહિતી હોય તો નિર્દેશ આપવા વિનંતી.આપના દ્વારા લોકસહિત્યની સેવા થતી રહે તેવી અભ્યર્થના.વંદન!
-એન.આર.પડસાળા
(સુરત)
આદરણીય સાહેબ પાલિતાણા તાલુકામાં “કહે ગુરુચરણે દાસ” એવી નામાચરણ ની પંક્તિ વાળા ભજનો ત્યાંના ગામડાઓના મંડળમાં ‘દાસ ભગત ના ભજન’ ના નામે ગવાતા મેં સાંભળ્યા છે આવા પાંચ-સાત ભજનો રેકોર્ડ કર્યા છે આ દાસ ભગત વિશે વિશેષ માહિતી હોય તો આપશો આભાર
આદરણીય સાહેબ પાલીતાણા તાલુકાના ગામડાઓમાં કહે “ગુરુ ચરણે દાસ “એવી નામા ચરણ પંક્તિ વાળા ભજનો ત્યાંની મંડળીઓમાં “દાસ ભગત ના ભજનો” ના નામે ગવાતા સાંભળ્યા છે આ દાસ ભગત વિશે વિશેષ માહિતી હોય તો આપવા વિનંતી આભાર
વંદન સાહેબ,
કુશળ હશો..
અધ્યાપન કાર્યમાં આપના દ્વારા મુકવામાં આવેલી માહિતીઓ ખૂબ ઉપયોગી થાય છે.
ધન્યવાદ..
જી, એક વાત પુછવી હતી..
ચારણી સાહિત્યના એક મહત્વનાં અંગ તરીકે ઓળખાતાં ‘સપાખરાં’ ક્યાંય લિખિત રૂપે સંપાદિત/ સંગ્રહિત થયા છે ખરા, સાહેબ..?
લુપ્ત થઈ જતા ભજનો,લોક્ગીતો વગેરેને જળવી રાખવાના આપના અથાક પ્રયત્ન બદલ ખુબ ખુબ આભાર.મૃત:પાય થઈ ગયેલી લોક સંસ્કૃતીને ફરી જીવંત રાખવાના આપના પ્રયત્નો અમુલ્ય છે.ખુબ ખુબ ધન્યવાદ!
પૂ.ડૉ શ્રી નિરંજનભાઈ, સપ્રેમ નમસ્કાર,
યુટ્યૂબ પર આપનાં વીડિયો જોયા, આપે વર્તમાન સમયમાં પ્રાચીન ભજનો અને સંતવાણી તેના મૂળ સ્વરુપે સાચવી રાખી છે અને એનાં દેશી ઢાળ જીવતા રાખ્યાં છે. એ બદ્દલ આપનો મનાય તેટલો આભાર ઓછો પડે.
આપને વિનંતી છે કે હાલ લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ દ્વારા વેબ સાઇટ અને યુટ્યુબ વાપરે છે એથી જો આપના પુસ્તકો જે આપની વેબસાઈટ પર ઉપલબ્ધ છે તે મોબાઈલ માં પણ PDF file રૂપે જોઈ અને download કરી શકાય તો ઘણી મહેરબાની થશે. કા. કે આપના પુસ્તકો જે વેબસાઈટ ઉપર રજૂ થયાં છે તે મોબાઈલમાં open/download થતાં નથી.
ખૂબ ખૂબ આભાર.
સાદર વંદન
આજે જ આ વેબ પેઇજ ધ્યાને આવ્યું અને લેખ
Research Article on Gujarati Bhajans types વાંચ્યો… એક શ્વાસે વાંચી ગયો, મારા લેકચરની નોટ ની તૈયારી બાજુ એ રાખી, પ્રાચીન ભજનો, લોકગીતો….આહા !!! સાહેબ ખુબજ પ્રસન્નતા અને ધન્યતા અનુભવી કે આપણાં સાહિત્ય માટે ONLINE પણ જ્ઞાત/અજ્ઞાત રીતે કોઈ સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે. સાહેબ આપનું યોગદાન અમુલ્ય છે.
વર્ષો પહેલ આપનું પુસ્તક (નામ યાદ નથી આવતું પણ જતી – સતી પંથ પરનું છે) વાચી ને જે આનંદ અનુભવ્યો તેવો જ અનુભવ અત્યારે થાય છે, થોડા દિવસો પહેલા મારા મિત્ર પ્રા. રોકડ રાવજી સાથે એક ક્લાક ફોન પર આજ વિષય સંબધિત વાતો કરી હતી ત્યારે આપનું પણ સ્મરણ કર્યું હતું. સાહેબ ખૂબ ખૂબ આભાર