Archive

Archive for the ‘હેમંત ચૌહાણ’ Category

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યાં (આરતી) – હેમંત ચૌહાણ – સમૂહ

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યાં (આરતી) – હેમંત ચૌહાણ – સમૂહ

અમને ગુરુજી વાલા અંતરમાં – અક્કલદાસ – હેમંત ચૌહાણ

અમને ગુરુજી વાલા અંતરમાં – અક્કલદાસ – હેમંત ચૌહાણ

અખંડ સાહેબજી કો નામ – કબીર – હેમંત ચૌહાણ

અખંડ સાહેબજી કો નામ – કબીર – હેમંત ચૌહાણ

આમાં જંતરી નો બજાવનાર કોણ છે – ભવાની દાસ – હેમંત ચૌહાણ

આમાં જંતરી નો બજાવનાર કોણ છે – ભવાની દાસ – હેમંત ચૌહાણ

અલખધણી તમે પાટે પધારો – જ્ઞાનીદાસ – હેમંત ચૌહાણ

અલખધણી તમે પાટે પધારો – જ્ઞાનીદાસ – હેમંત ચૌહાણ

આજ સખી રે શામળીયે – દાસી જીવણ – હેમંત ચૌહાણ

આજ સખી રે શામળીયે – દાસી જીવણ – હેમંત ચૌહાણ

પ્યાલો દુજો કોણ પીવે… – ત્રિકમ સાહેબ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

પ્યાલો દુજો કોણ પીવે… – ત્રિકમ સાહેબ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

હે જી મારા ગુરુ એ પાયો રે અગાધ‚ પ્યાલો દૂજો કોણ પીવે… ત્રિકમ સાહેબ – પ્યાલો – હેમંત ચૌહાણ

હે જી મારા‚ ગુરુજીએ પાયો રે અગાધ‚

પ્યાલો દૂજો કોણ પીવે ?… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦

સત કેરી કુંડી મારા સંતો ! શબદ લીલાગર‚ શબદ લીલાગર‚

એક તૂં હિ‚ મારા સતગુરુ ઘૂંટણહાર… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦

શ્રવણેથી રેડયો મારા સંતો ! મારે રૂદિયે ઠેરાણો રે‚ મારે રૂદિયે ઠેરાણો રે‚

હે જી મારી‚ દેયુંમાં હુવો રે રણુંકાર… પ્યાલો દૂજો કોણ પીવે ?…૦

ચડતે પિયાલે મારા સંતો ! ગગન દરશાણાં રે‚ ગગન દરશાણાં રે‚

એકતાર જમીં ને આસમાન… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦

નામ અને રૂપ નહીં મારા‚ ગુરુજીના દેશમાં રે‚ ગુરુજીના દેશમાં રે‚

હે જી એમ બોલ્યા છે ત્રીકમદાસ… પ્યાલો દૂજો કોણ પીવે ?…૦

જીવણ જીવને જ્યાં રાખીએ – ભીમ સાહેબ – જીવણભાઈ પ્રજાપતી

જીવણ જીવને જ્યાં રાખીએ – ભીમ સાહેબ – જીવણભાઈ પ્રજાપતી

જીવણ ! જીવને જ્યાં રાખીએ રે… ભીમ સાહેબ – હેમંત ચૌહાણ

જીવણ ! જીવને જ્યાં રાખીએ , વાગે અનહદ તૂરા રે ,
ઝળહળ જ્યોતું ઝળહળે , વરસે નિરમળ નૂરા રે …
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
પાંચ તત્વ ને ત્રણ ગુણ છે , પચીસ પ્રકૃતિ વિચારી રે,
મંથન કરી લ્યો મૂળનાં, તત્વ લેજો એમાંથી તારી રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
ગંગા જમના ને સરસ્વતી રે , તરવેણી ને ઘાટે રે ,
સુખમન સુરતા રાખીએ , વળગી રહીએ ઈ વાટે રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
અણી અગર પર એક છે, હેરો રમતાં રામા રે,
નિશ દિન નીરખો નેનમાં, સત પુરૂષ ઊભા સામા રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
અધર ઝણકારા હુઈ રિયા , કર વિન વાજાં વાગે રે,
સુરતા ધરીને તમે સાંભળો, ધૂન ગગનુંમાં ગાજે રે..
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
એવી નુરત સૂરતની રે સાધના, પ્રેમીજન કોક પાવે રે ,
અંધારું ટળે એનાં અંતરનું , નૂર એની નજરુંમાં આવે રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
આ રે સંદેશો સતલોકનો રે , ભીમદાસે ભે યો રે,
પત્ર લખ્યો છે રે પ્રેમથી , જીવણ ! તમે લગનેથી લેજો રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦

જાગો ને જસોદાના જાયા ! વ્હાણલાં રે વાયા… (નરસિંહ મહેતા)

જાગો ને જસોદાના જાયા ! વ્હાણલાં રે વાયા… નરસિંહ – હેમંત ચૌહાણ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚

સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚

સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚

નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

એવી પ્રેમ કટારી લાગી… (સાંઈવાલી)

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – હેમંત ચૌહાણ

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – મુળા ભગત

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – બાલકદાસ કાપડી

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – દયારામ બાપુ

એવી પ્રેમકટારી લાગી‚ લાગી રે… અંતર જોયું ઉઘાડી ;

એવી ઝળહળ જ્યોતું જાગી‚ જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…

એવી પ્રેમ કટારી લાગી…

શબદ કટારી કોઈ શૂરા નર જીલે‚ નહીં કાયરનાં કામ‚

શૂરા હોય ઈ સનમુખ લડે‚ ભલકે પાડી દયે નિશાન ;

એવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…

એવી પ્રેમ કટારી લાગી…

માથડાં ગૂંથી‚ નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર‚

પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;

એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં… વાગ્યાં… રે ઓઢી મેં તો અમ્મર સાડી…

એવી પ્રેમ કટારી લાગી…

હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં‚ નિંદા કરે નુગરા લોક‚

સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો‚ અમે ઊભાં રયાં માણેક ચોક ;

એવા નુગરા મોઢે મીઠાં‚ એવા નિર્ગુણ નુગરાં દીઠાં… દીઠાં… રે…

મુખ મીઠાં ને અંતર જારી… પાછળથી ઈ કરે છે ચાડી…

એવી પ્રેમ કટારી લાગી…

પ્રેમના પ્યાલા સતગુરુએ પાય‚ માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ;

અંધારું ટળ્યું ને જ્યોતું જાગી‚ સતનામની જાગી ગઈ સાન ;

એવા સાંઈવલી ક્યે છે રે હરખું હું તો દાડી રે દાડી…

એવી પ્રેમ કટારી લાગી…