Archive

Archive for the ‘ભીમ સાહેબ’ Category

જીવણ જીવને જ્યાં રાખીએ – ભીમ સાહેબ – જીવણભાઈ પ્રજાપતી

જીવણ જીવને જ્યાં રાખીએ – ભીમ સાહેબ – જીવણભાઈ પ્રજાપતી

જીવણ ! જીવને જ્યાં રાખીએ રે… ભીમ સાહેબ – હેમંત ચૌહાણ

જીવણ ! જીવને જ્યાં રાખીએ , વાગે અનહદ તૂરા રે ,
ઝળહળ જ્યોતું ઝળહળે , વરસે નિરમળ નૂરા રે …
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
પાંચ તત્વ ને ત્રણ ગુણ છે , પચીસ પ્રકૃતિ વિચારી રે,
મંથન કરી લ્યો મૂળનાં, તત્વ લેજો એમાંથી તારી રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
ગંગા જમના ને સરસ્વતી રે , તરવેણી ને ઘાટે રે ,
સુખમન સુરતા રાખીએ , વળગી રહીએ ઈ વાટે રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
અણી અગર પર એક છે, હેરો રમતાં રામા રે,
નિશ દિન નીરખો નેનમાં, સત પુરૂષ ઊભા સામા રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
અધર ઝણકારા હુઈ રિયા , કર વિન વાજાં વાગે રે,
સુરતા ધરીને તમે સાંભળો, ધૂન ગગનુંમાં ગાજે રે..
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
એવી નુરત સૂરતની રે સાધના, પ્રેમીજન કોક પાવે રે ,
અંધારું ટળે એનાં અંતરનું , નૂર એની નજરુંમાં આવે રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
આ રે સંદેશો સતલોકનો રે , ભીમદાસે ભે યો રે,
પત્ર લખ્યો છે રે પ્રેમથી , જીવણ ! તમે લગનેથી લેજો રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦

ઊઠત રણુંકાર અપરમપારા‚અખંડ આરતી બાજે ઝણુંકારા… (ભીમસાહેબ)

ઊઠત રણુંકાર અપરમપારા‚અખંડ આરતી બાજે ઝણુંકારા… ભીમસાહેબ – હેમંત ચૌહાણ

ઊઠત રણુંકાર અપરંપારા…

અખંડ આરતિ બાજે ઝણુંકારા…

આપે નર ને આપે નારી‚ આપે બાજીગર બાજી પસારી…

ઝલમલ જ્યોત અખંડ ઉજિયારા‚ નૂર નિરંતર તેજ અપારા…

સોળ વાલ પર રતિ સરદારા‚ ચૌદિશ બોલે વચન ચોધારા…

સદગુરુ ત્રિકમ સાહેબ હમારા‚ આપે બોલે ગુરુ બોલનહારા…

કહે ભીમદાસ ભવ સિંધુ સારા‚ બ્રહ્મ જળ ભરિયા ભીતરબારા…