Archive

Archive for the ‘પ્રભાતી’ Category

ભણતી સાં કાનજી કાળા રે… – પૂનાદે – ડૉ.નિરંજન રાજ્યગુરુ

ભણતી સાં કાનજી કાળા રે… – પૂનાદે – ડૉ.નિરંજન રાજ્યગુરુ

જાગો ને જસોદાના જાયા ! વ્હાણલાં રે વાયા… (નરસિંહ મહેતા)

જાગો ને જસોદાના જાયા ! વ્હાણલાં રે વાયા… નરસિંહ – હેમંત ચૌહાણ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚

સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚

સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚

નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

છોડ ચિંતા છોડ મનવા- મૂળાભગત

છોડ ચિંતા છોડ મનવા, ભજીલે ભગવાન ને – પ્રભાતી – મૂળાભગત