Archive

Archive for the ‘દયાનંદ’ Category

અવધુત સોહી રે જોગીડો મનડાને ભાવે… – (દયાનંદ – હરસુર ગઢવી)

અવધુત સોહી રે જોગીડો મનડાને ભાવે… – (દયાનંદ – હરસુર ગઢવી)

અવધુત સોહી રે જોગીડો મનડાને ભાવે… – (દયાનંદ – દેવદાન ગઢવી)

જુલમ કરે કાળો કેર તો કરે, કાળીંગાને વારો… (દયાનંદ) – અભરામ ભગત

જુલમ કરે કાળો કેર તો કરે, કાળીંગાને વારો… (દયાનંદ) – અભરામ ભગત

પટોળી આ પ્રેમની – દયાનંદ – દુલા ભગત

પટોળી આ પ્રેમની – દયાનંદ – દુલા ભગત

મેં અલેકિયા નામ સાહેબના, સતની જોળી કાંધે ધરી – દયાનંદ

મેં અલેકિયા નામ સાહેબના, સતની જોળી કાંધે ધરી – દયાનંદ

મેં અહાલેકિયા પીર પછમ રા, સતની જોળી મારે કાંધે ધરી,
પીધો પિયાલો મેં તો લગન કરી, હો,
મેં અહાલેકિયા પીર પછમરા….૦
પાંચ રંગકા લિયા કપડા, શીત સંતોષ માંહે તાર ભરી,
પ્રેમને પડકારે જોળી નીકળી, જોળી હો ગઈ ખરેખરી…
મેં અહાલેકિયા પીર પછમરા….૦
પાંચ ફળિયાં, પચીસ મેડીયું, નવ દરવાજે જોયું ફરી,
ચાર પાંચ માંહે ખેલે જુગટીયા, ઉનકું મેલ્યા પરહરી…
મેં અહાલેકિયા પીર પછમરા….૦
ઓહમ અંચળા, સોહમ્ ચિપિયા, જ્ઞાન વિભૂતીમાં રેવું ભળી,
દશમે દરવાજે અલેક જગાવી, સારા શહેરમાં ખબરું પડી …
મેં અહાલેકિયા પીર પછમરા….૦
એક શબ્દ દીધો સાહેબજીએ, લીધો અલેકીયે લગન કરી,
દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે ચોરાશીમાં નાવું ફરી…
મેં અહાલેકિયા પીર પછમરા….૦

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚ પટોળી આ પ્રેમની… (દયાનંદ)

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚ પટોળી આ પ્રેમની… દયો – પટોળી – હેમંત ચૌહાણ

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

સત જુગમાં વણ વાવિયાં‚ ઊગ્યા ત્રેતા માં ય‚

દ્વાપરમાં એને ફળ લાગ્યાં‚ એ જી રે એમાં કળિયુગમાં ઊતર્યો કપાસ…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

સતના ચરખે લોઢાવિયાં‚ પ્રેમની પિંજણે પિંજાય‚

સરખી સાહેલી કાંતવાને બેઠી ; એ જી રે એનો તાર ગયો આસમાન…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

બ્રહ્માજીએ તાર એના તાણિયા‚ શંકર જેવા વણનાર

તેત્રીસ કોટિ દેવ વણવા લાગ્યા‚ એ જી રે એમાં થઈ છે ઠાઠમ ઠાઠ…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

આ પટોળી ઓઢીને ધ્રુવ પરમ પદ પામ્યા‚ વળી ઓઢી છે મીરાંબાઈ‚

જૂનાગઢમાં નાગર નરસૈયે ઓઢી‚ એ જી રે પછી આવી દયાને હાથ…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…