ભગતી કેરો મારગ રે ફૂલડાં કેરી પાંખડી… – (જેઠીરામ – નિરંજન)
ભગતી કેરો મારગ રે ફૂલડાં કેરી પાંખડી… – (જેઠીરામ – નિરંજન)
ભગતી કેરો મારગ રે ફૂલડાં કેરી પાંખડી… – (જેઠીરામ – નિરંજન)
સંગ ન કરીએ નીચનો – જેઠીરામ – દુલા ભગત
અમને અમારી કાયા તણો નહિ વિશ્વાસ – જેઠીરામ – ભાણજીભાઈ ચાંદેગરા
અમને અમારી કાયા તણો નહિ વિશ્વાસ – જેઠીરામ
અમને અમારી કાયા તણો નહિ વિશ્વાસ – જેઠીરામ – અમરા દાના મેવાડા
અમને અમારી કાયા તણો નહિ વિશ્વાસ – જેઠીરામ – ભનુ ટીડા સોલંકી
અમને અમારી કાયા તણો નહિ વિશ્વાસ – જેઠીરામ – દેવજીભાઈ મિસ્ત્રી
અમને અમારી કાયા તણો નહિ વિશ્વાસ – જેઠીરામ – નટુભાઈ વેગડા
અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા.. દાસી જીવણ – મુળાભગત
અમારા અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા… – (જેઠીરામના નામાચરણ સાથે દાસી જીવણની રચના – દેવા ગઢવી)
અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે ;
ગુરુજી ! અમારા અવગુણ સામું મત જોય….
અમારામાં અવગુણ રે….૦
ગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે ;
ગુરુજી ! મારા પારસમણીને રે તોલ…
અમારામાં અવગુણ રે….૦
ગુરુજી મારા ગંગા રે‚ ગુરુજી મારા ગોમતી રે ;
ગુરુજી અમારા કાશી અને છે કેદાર…
અમારામાં અવગુણ રે….૦
ગુરુ મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રે ;
ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર…
અમારામાં અવગુણ રે….૦
જાળીડાં મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનનાં રે ;
ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ…
અમારામાં અવગુણ રે….૦
ભીમ ગુરુ શરણે રે દાસી જીવણ બોલીયા રે ;
દેજે અમને સંતચરણમાં વાસ…
અમારામાં અવગુણ રે….૦