Archive

Archive for the ‘કલ્યાણ’ Category

સતગુરુના વચન રુદે ધરો – કલ્યાણ – દુલા ભગત

સતગુરુના વચન રુદે ધરો – કલ્યાણ – દુલા ભગત

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી… (કલ્યાણદાસ)

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

ગઈ પલ ફેર નહીં આવે રે‚ કરી લે ને બંદગી ;

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

કરો મન ગ્યાના‚ ધરી લેને ધ્યાના ;

મૂરખા ! મૃગજળ દેખી ક્યું લલચાવે રે…

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

શિરને માથે છે વેરી‚ લીધો તું ને ઘેરી ;

સૂતાં બંદા નીંદરા તું ને કેમ આવે રે…

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

એક દિન મરના હૈ‚ ધોખા નવ ધરના ;

મુખમેં રામનામ કેમ ભૂલાવે રે…

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

કહે છે કલ્યાણ’સાબ‚ સતગુરુ શરણે‚

આમાં પ્રેમીજન હોય ઈ તો પાવે રે…

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

સતગુરુના શબ્દ રુદે ધરો – કલ્યાણ – દેવા ભગત

સતગુરુના શબ્દ રુદે ધરો – કલ્યાણ – દેવા ભગત