Archive

Archive for the ‘શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી’ Category

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ,  મેલી દઈ આ લોકની મરજાદ ;

હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, ન હોય ત્યાં વાદ ને વિવાદ…

રમીએ તો રંગમાં રમીએ…

ભાઈ રે ! કર્તાપણું કોરે મૂકશો, ત્યારે આવશે પરપંચનો અંત રે ;

નવધા ભગતિમાં નિરમળા રહેવું, એમ કહે છે વેદ ને સંત…

રમીએ તો રંગમાં રમીએ…

ભાઈ રે ! સાંગોપાંગ એક  રસ સરખો પાનબાઈ ! બદલે ન બીજો રંગ ;

સાચાની સંગે કાયમ રમવું પાનબાઈ ! કરવી રે ભગતિ અભંગ રે…

રમીએ તો રંગમાં રમીએ…

ત્રિગુણ રહિત મરને કરે નિત ક્રિયા, લાગશે નહિ કરતાનો ડાઘ રે ;

ગંગાસતી એમ બોલિયાં, તેને નડે નહિ કરમનો ભાગ…

રમીએ તો રંગમાં રમીએ…

વચન સુણીને બેઠા એકાંતમાં ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વચન સુણીને બેઠા એકાંતમાં ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વચન સુણીને બેઠા એકાંતમાં ને… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વચન સુણીને બેઠાં એકાંતમાં ને, સુરતા લગાડી ત્રિકુટિમાંય રે ;

સંકલ્પ વિકલ્પ સરવે છુટી ગયા ને, ચિત્ત લાગ્યું વચનુની માંય રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

ખાનપાનની ક્રિયાશુદ્ધિ પાળે ને, જમાવી આસન એકાંત માંય રે ;

જાતિ અભિમાનનો ભેદ મટી ગયો ને, વરતે છે એવા વ્રતમાન રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

ભાઈ રે ! ચંદ્ર સૂરજની નાડી જે કહીએ રે, તેનું પાળે છે વ્રતમાન રે ;

ચિત્ત માત્ર જે વચનમાં મૂકે રે ; એથી આવી ગઈ છે સાન રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

ક્રિયાશુદ્ધ થઈ ત્યારે અભિયાસ જાગ્યો ને, પ્રગટયું છે નિરમળ જ્ઞાન રે ;

ગંગાસતી એમ બોલિયાં રે, કીધો વાસના સરવનો ત્યાગ રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

મેરૂ રે ડગે જેનાં… ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

મેરૂ રે ડગે જેનાં… ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

મેરૂ રે ડગે જેનાં… ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

મેરૂ રે ડગે પણ જેનાં… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

મેરુ રે ડગે પણ જેનાં મન નો ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ રે…

વિપદ પડે પણ વણસે નહિ, ઈ તો હરિજનનાં પરમાણ રે…

મેરુ રે ડગે પણ જેનાં…

હરખ ને શોકની નાવે જેને હેડકી ને, શીશ તો કર્યા કુરબાન રે

સતગુરુ વચનમાં શૂરા થઈને ચાલે,  જેણે મેલ્યાં અંતરનાં માન રે…

મેરુ રે ડગે પણ જેનાં…

ભાઈ રે ! નિત્ય રહેવું સતસંગમાં ને, જેને આઠે પહોર આનંદ રે

સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે…

મેરુ રે ડગે પણ જેનાં…

ભગતિ કરો તો એવી રીતે કરજો, રાખજો વચનુંમાં વિશવાસ રે

ગંગાસતી એમ બોલિયાં, તમે થાજો સતગુરુજીના દાસ રે…

મેરુ રે ડગે પણ જેનાં…

પાકો પ્રેમ જયારે અંગમાં આવે રે… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

પાકો પ્રેમ જયારે અંગમાં આવે રે… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

પાકો પ્રેમ જયારે અંગમાં આવે રે… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે રે, ત્યારે સાધના સર્વે શમી જાય

કરવું એને કાંઈ નવ પડે રે, એને સહેજે સમાધિ થાય રે…

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…

કર્તાપણું સર્વ મટી રે ગયું ત્યારે, જગત જૂઠું જાણ્યું કહેવાય

અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મળ રે, ત્યારે ખરી દ્રઢતા બંધાય રે…

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…

આવા પ્રપંચ એને નડે નહિ રે, જેને મટી ગયો પૂર્ણ વિકાર રે

અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી રે, અટકે નહિ જગત વહેવાર રે…

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…

ભાઈ રે ! શુદ્ધ વચનમાં સુરતા બંધાણી ને, મટી ગયો વાદવિવાદ રે

ગંગાસતી એમ બોલિયાં રે,  એને આવે સુખના સ્વાદ રે…

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને,  કરવું પડે નહિ કાંઈ રે

સદ્દગુરુ વચનની છાયા પડી ગઈ તેને, અઢળક પ્રેમ જાગ્યો ઉરમાં ય..

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…

પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી ને, હરિએ આરોગ્યાં એઠાં બોર રે,

આવરણ અંતરમાં એકે નહિ આવ્યું રે, ત્યાં ચાલે નહિ જમનું જોર…

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…

ભાઈ રે ! પ્રેમ પ્રગટયો વિદુરની નારીને રે, ભૂલી ગઈ દેહ કેરું ભાન રે

કેળાંની છાલમાં હરિને રિઝાવ્યા ને,, તેને છૂટયું અંતરનું માન રે…

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…

એવો પ્રેમ પાનબાઈ ! જેને પ્રગટયો રે, તે સ્હેજે હરિ ભેગો થાય રે

ગંગાસતી એમ બોલિયાં રે, તેથી જમરાજા દૂર જાય રે…

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહિ વ્રતમાન રે

ચિત્તની વરતી જેની સદાય નિરમળી, જેને મા’રાજ થયા મે’રબાન રે…

શીલવંત સાધુને…

ભાઈ રે ! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં, જેને પરમારથમાં પ્રીત રે

મન, કર્મ, વાણીએ વચનુંમાં ચાલે ને,  રૂડી પાળે એવી રીત રે…

શીલવંત સાધુને…

આઠે પો’ર મનમસ્ત થઈ રે વે, જેને જાગી ગયો તુરીયાનો તાર રે

નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો આહાર રે…

શીલવંત સાધુને…

સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને, ત્યારે ઉતરશો ભવપાર રે

ગંગાસતી એમ બોલિયાં રે, જેને વચનુંની સાથે વે’વાર રે…

શીલવંત સાધુને…

વચન રૂપી દોરમાં સુરતા ને બંધો… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

વચન રૂપી દોરમાં સુરતા ને બંધો… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

વચન રૂપી દોરમાં સુરતા ને બંધો… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

જુગતી તમે તો જાણી લેજો પાનબાઈ ! મેળવો વચનનો એક તાર

વચનરૂપી દોરમાં સુરતાને બાંધો, ત્યારે મટી જશે જમના માર…

જુગતી તમે તો જાણી લેજો…

જુગતી જાણ્યા વિના ભગતી નહિ શોભે, મરજાદ લોપાઈ ભલે જાય

ધરમ અનાદિનો જુગતીથી ખેલો, જુગતીથી અલખ તો જણાય…

જુગતી તમે તો જાણી લેજો…

જુગતીથી સહેજે ગુરુપદ જડે પાનબાઈ ! જુગતીથી તાર જોને બંધાય

જુગતીથી ત્રણ ગુણ નડે નહિ, જુગતી જાણે તો પાર પહોંચાય…

જુગતી તમે તો જાણી લેજો…

જુગતી જાણે તેને રોકે નહિ કોઈ, ઈ તો હરિ જેવા બની જાય

ગંગાસતી એમ બોલિયાં, તેને તો નમે જગનાં નરનાર…

જુગતી તમે તો જાણી લેજો…

વચન વિવેકી જે નરનારી પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વચન વિવેકી જે નરનારી પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વચન વિવેકી જે નરનારી પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વચન વિવેકી જે નરનારી પાનબાઈ ! તેને બ્રહ્માદિક લાગે પાય

જથારથ વચનની સાન જેણે જાણી, તેણે કરવું પડે નૈં બીજું કાંય…

વચન વિવેકી જે નર નારી…

વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ને, ઈ તો ગત રે ગંગાજી કહેવાય

એકમના થઈને આરાધ કરે તો તો, નકલંક પરસન થાય…

વચન વિવેકી જે નર નારી…

વચને થાપન અને વચને ઉથાપન, વચને મંડાય જો ને પાટ રે

વચનના પૂરા તે તો નહિ રે અધુરા, વચનનો લાવો જો ને ઠાઠ…

વચન વિવેકી જે નર નારી…

વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ, વચન છે ભક્તિ  કેરૂં  અંગ

ગંગાસતી એમ બોલિયાં રે, કરવો વચનવાળાનો સંગ…

વચન વિવેકી જે નર નારી…

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ… ગંગાસતી – કરસન સાગઠીયા

વીજળીને ચમકારે… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ ! અચાનક અંધારાં થાશે ;

જોત રે જોતામાં દિવસો વયા જાશે, એકવીશ હજાર છસોને કાળ ખાશે…

વીજળીને ચમકારે…

જાણ્યા જેવી આ તો અજાણ છે, ઈ તો અધૂરિયાંને ન કહેવાય ;

ગુપત રસનો ખેલ છે આ અટપટો ને, આંટી મેલો તો પૂરણ સમજાય…

વીજળીને ચમકારે…

નિરમળ થઈને આવો મેદાનમાં પાનબાઈ ! જાણી લિયો જીવની જાત ;

સજાતિ વિજાતિની જુગતી બતાવું, બીબે પાડી દઉં બીજી ભાત…

વીજળીને ચમકારે…

પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ ! તેનો રે દેખાડું તમને દેશ ;

ગંગાસતી એમ બોલિયાં રે, ત્યાં નહિ માયાનો જરીએ લેશ…

વીજળીને ચમકારે…

યોગી થાવું હોય તો સંકલ્પ ત્યાગો ને… ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

યોગી થાવું હોય તો સંકલ્પ ત્યાગો ને… ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

યોગી થાવું હોય તો સંકલ્પ ત્યાગો ને… ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો ને, આદરો તમે અભ્યાસ રે

હરિ ભાળવા હોય તો હિંમત રાખો રે, જેનો પરિપૂરણ સરવેમાં વાસ રે.

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…

રજોગુણી તમોગુણી આહાર ન કરવો ને, સ્વપ્ને ન કરવી આશ રે

સત્વગુણી આહાર કાયમ કરવો રે, જેથી થાય બેઉ ગુણોનો નાશ રે…

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…

સત્વગુણમાં ભેદ છે મોટો રે, એક શુદ્ધ બીજો મિલન કે વાય રે

મલિન સત્વગુણનો ત્યાગ કરવો રે, ત્યારે પરિપૂરણ યોગી થાય રે…

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…

ભાઈ રે ! વિદેહ દશા તો એનામાં પ્રગટે, જે ત્રણે ગુણોથી થાશે પાર રે

ગંગાસતી એમ બોલિયાં રે, જેને લાગ્યો તુરીયાતીતમાં તાર રે…

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…