કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ…
કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ…
કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ, ઊડે અબીલ ગુલાલ રે
વીરા તમારી સાંજી માણારાજ… દાદા વિના કેમ ચાલશે હો રાજ (૨)
માતા મધુબેન છે સાથ રે વીરા તમારી સાંજી માણારાજ
કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ…
કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ, ઊડે અબીલ ગુલાલ રે
વીરા તમારી સાંજી માણારાજ… દાદા વિના કેમ ચાલશે હો રાજ (૨)
માતા મધુબેન છે સાથ રે વીરા તમારી સાંજી માણારાજ
ઊંચો આંબલિયોને થડ રે થોડે રો…
ઊંચો આંબલિયોને થડ રે થોડે રો, ફાલે ને ફૂલે રે રળીયામણો
ઊઠો ભાવેશભાઈ ઝાડ ઝંઝેડો, પાતળા નીતા વહુ વિણે ફૂલડાં
વીણી ચુણીને છાબ જ ભરી, મોકલાવો નિરલ બેન ઘેર સાસરે
ઊઠો કિરણબેન છાબ વધવો માંડીને જાયે ભેટ મોકલી
ઘણું ઘણું જીયે મારો માડીનો જાયો, ભવના મેણા રે વીરે મારે ભાગીયા
દુધે નાજો રે વીરા પુતરે પરહરજો, વાડી વધજો રે મારા વીરની
આંગણે આસોપાલવના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ…
આંગણે આસોપાલવના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ
બગલા ઊડી ગયા અંકાશ કે પગલાં પડ્યા રહ્યાં રે લોલ
દાદા એ દેશ ન જોયા પરદેશ, દે દીકરી દઈ દીધાં રે લોલ
દીકરી એવા ન કરી અફ્શોષ, હે લેખ તારા લઇ ગયા રે લોલ.
અઘ લાખ ઈંટલડી રે મંગાવો રે, સવા લખી બંગલડી રે ચણાવો રે…
લગ્ન લખાય ત્યારે…
અઘ લાખ ઈંટલડી રે મંગાવો રે, સવા લખી બંગલડી રે ચણાવો રે
ઈ બંગલીમાં કોણ કોણ સાજન બેસે રે, ઈ બંગલીમાં સુરેશભાઈ સાજન બેસે રે
જસીબેનના લગનીયા ને વધાવે રે, અધ લાખ ઈંટલડી રે મંગાવો રે,
સવા લખી બંગલડી રે ચણાવો રે
નવે નગરથી સોળ સુંદર વાપરી…
(દીકરીની સગાઈનો પ્રસંગ)
નવેનગરથી સોળ સુંદર વેપારી,
આવી ઉતર્યો રાજકોટ શેરને ચોક રે વોરોને દાદા ચુંદડી
વારી વારી શૈલેશભાઈ દાદા સાટવે
ચાગલડા મારે પલ્લવી બેનને કાજ રે, વોરોને દાદા ચુંદડી
ચુંદડીને ચારે છેડે ઘુઘરી
વચમાં રૂડા રામજીના નામ રે વોરોને દાદા ચુંદડી
ઉકેલું તો ઘમઘમ વાગે ઘુઘરી,
સંકેલું તો ઊડે રે ગુલાલ રે વોરોને દાદા ચુંદડી
પાછલી પછીતે બેઠા છે ગણેશ…
પાછલી પછીતે બેઠા છે ગણેશ, ભડ ભીંતે બેઠી પૂતળી રે
ઈ પુતલડી ઈ પાતલડી ગણેશ દેવ ઘરનાર રે
અવસર જગાડો માંડિયો રે
ગોરીના પરણ્યા જાલ ઝૂમણાં ઘડાવો રે માંડવ હાલું મલપતી રે
હાલું ને ચાલું માંડવડા વચાળ રે સાજન હાલું તેડતી રે
ડગલે ડગલે કૂકડાની ચાલ્ય રે, મોતી કેરી છાંયા પડે રે
ઓસરિયાળા ઓરડા રે…
ઓસરિયાળા ઓરડા રે, સુખડ રચિયા કમાડ વાજંતર વાગે છે રે
કિયા ભાઈએ રાયજગ માંડિયો રે, શૈલેષેભાઈએ રાયજગ માંડિયો રે
ચેતનભાઈએ બેસાડ્યા ગણેશ વાજંતર વાગે છે રે
ભાવેશભાઈ એ ગોરીને જગાડીયા રે, જાવ ગોરી વધાવો ગણેશ… વાજંતર…
નો જાણું એના ઓરડા રે, નો જાણું ખડકીના બાર.. વાજંતર વાગે છે રે….
ઉગમણા એના ઓરડા રે, આથમણા ખડકીના બાર… વાજંતર વાગે છે રે….
ભડ ભીંતે બેઠી પૂતળી રે, બાજોઠે બેઠા ગણેશ વાજંતર વાગે છે રે….
પગે હાલું ને હાથે હાંચરૂ રે, મોતીડે વધવું ગણેશ વાજંતર વાગે છે રે….
આંગણ મોટો માંડવો રે, ડેલીએ ધડુકે છે ઢોલ વાજંતર વાગે છે રે….
મોભે પારેવા ઘુઘવે રે, ટોડલે ટહુકે છે મોર વાજંતર વાગે છે રે….
મોભારે મોર મોતી ચણે રે, ફળિયામાં મોતીના ચોક વાજંતર વાગે છે રે….
વાજંતર વાગે વાંસળી રે, ત્રંબાલૂ વાગે છે ઢોલ વાજંતર વાગે છે રે….
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા…
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ડોકે છે ઝીણી જીવનમાળા મારા ગણેશ દુંદાળા
તેતરીસ કરોડ દેવતા માંડવો આવ્યા
હરખાશે જાનૈયાના મનડાં રે મારા ગણેશ દુંદાળા
સાત સાત સોનામોર વાગે રોકડી આપી
ચૂકવી છે રે માંડવીયાની રીતુ રે મારા ગણેશ દુંદાળા
ગરવા ગુણપતિ દિયો મુજને વાણી રે…
ગરવા ગુણપતિ દિયો મુજને વાણી રે…
હેમાળ રાજાને ઘરે મેના રાણી રે
એને ઘેર છે કુંવરી કુંવારી રે
ઈ તો ભૂમિ ઉપર ડગલાં ભરતી રે
શિવ શંકરના માગાં ધરતી રે
ત્યાંથી ને જાનું ચલાવિયું ને આવી છે સીમડી મોજાર
સીમડીના ગોવાળીને પૂછીયું આ અસુરી જાન કોની જાય
જાન આવે છે ભોળા નાથની, શિવ, શંકર પોઠીયે અસવાર
ગરવા ગુણપત દિયો મુજને વાણી રે
હેમાળ રાજાને ઘરે મેના રાણી રે…