January 15th, 2011
તમે કુડ કાયાના કાઢો વીરા આયો અસાઢો – ભાણ સાહેબ
તમે ફૂડ કાયાના કાઢો રે, તમે વિખિયાના રૂખડાં વાઢો રે
હે વીરા ! આવ્યો આષાઢો…
અવસર વારો તો કાંઈ નવ હારો, તમે કાલર ખેતર મત ખેડો રે ;
પાતર જોઈને જાતર કીજે, તમે વિખીયાના ફળ મત વેડો રે…
હે વીરા ! આવ્યો આષાઢો…
ખોટે મને જેણે ખેડયું રે કીધી, ઈ ખરા બપોરે નાસે રે ;
આઘાં જઈને પાછાં ફરશે, એના કણ કવાયે જાશે રે…
હે વીરા ! આવ્યો આષાઢો…
વિગત નવ જાણે ને બીજ લઇ વાવે, કાઢી કઢારો ચાવે રે ;
ધાઈ ધૂતીને કૈંક નર વાવે, એની આગમ ખાધુંમાં જાવે રે…
હે વીરા ! આવ્યો આષાઢો…
વાવ્યા તણ્યો જે નર વિચાર જાણે, તો મૂઠી મેલે ખરે ટાણે રે ;
ભાણ ભણે નર નીપજ્યા ભલા, ઈ તો મૂંડા ભરે લઇ માણે રે…
હે વીરા ! આવ્યો આષાઢો…
January 15th, 2011
સતગુરુ સાહેબ સોઇ મળ્યા જેને અમ્મર નામ ઓળખાયો – ભાણ સાહેબ
સદ્દગુરુ સાહેબ સોઈ મળ્યા જેણે, અમ્મર નામ ઓળખાયો રે…
ગુરુ પ્રતાપ સાધુકી સંગત, ભગતિ પદારથ પાયો..
મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે…૦
કથતાં બકતાં ભયો કિનારો, ઉનમુનિ કે ઘર આયો રે,
નગર લોક સબ નિક ચલાયા, જીત નિશાન ઘૂરાયો..
મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે…૦
ચાર મળી ચૈતન ઘર આયો, પકડ પાંચ બુલાયો રે,
શબ્દ એક ટંકશાળ પડે ત્યાં, નિરભે નામ સુણાયો..
મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે…૦
ઈસ ઉદબુદા ધૂમ મચાયો, માંહી શમી હે માયો રે,
નદી નાવ સબ નીક ચલી હે, સાયર નીર સમાયો..
મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે…૦
અક્ષર એક સે જુગ ઉપાયા, સોહં નામ સવાયો રે,
અકળ પુરુષ અવતાર ધરે ત્યાં, ભાણે ભેદ જ પાયો..
મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે…૦
January 15th, 2011
સત ગુરુ સાહેબ સહી કર્યા જેને પ્રેમ જ્યોતી પ્રકાશી રે – ભાણ સાહેબ
સદ્દગુરુ સાહેબ સઈ કર્યા જેણે પ્રેમ જ્યોતિ પરકાશી રે,
અખંડ જાપ આયો આતમ રો , કટી કાલકી ફાંસી ..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગગન ગરજીયા શ્રવણે સુણીયા મેઘ જ બારે માસી રે,
ચમક દામની ચમકન લાગી દેખ્યા એક ઉદાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગેબ તણા ઘડીયારા વાગે દ્વૈત ગયા દળ નાસી રે,
ઝીલપણામાં ઝાલર વાગી ઉદય ભયા અવીનાશી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
મહી વલોયા માખન પાયા ધૂત તણી ગમ આસી રે,
ચાર સખી મીલ ભયા વલોણા અમર લોકકા વાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
સપ્ત દીપ ને સાયર નાહીં , નહીં ધરણી આકાશી રે ,
એક નિરંતર આતમ બોલે , સો વિધ વીરલા પાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગેબ નિરંતર ગુરુ મુખ બોલ્યા , દેખ્યા શ્યામ સુવાસી રે,
સ્વપ્ને ગયા ને સાહેબ પાયા, ભાણ ભયા સમાસી ..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
January 15th, 2011
મન તુ રામ ભજી લે રાણા તારે ગુણ ગોવીંદ ના ગાણાં – ભાણ સાહેબ
મન ! તું રામ ભજી લે – ને રાણા,
તારે ગુણ ચોવિંદનાં ગાણાં…
ખોટી માયાની ખબર પડી નહીં, કળ વિનાના કુટાણા ;
જૂઠી માયાસે ઝઘડો માંડયો, બળ કરીને બંધાણા…
કૂડિયા તારે કામ નહીં આવે, ભેળા ન આવશે નાણાં ;
હરામની માયા હાલી જાશે, રહેશે દામ દટાણાં…
કૂણપ વિના નર કૂણા દીસે, ભીતર નહીં ભેદાણા ;
હરિ વિનાના હળવા હીંડે, નર ફરે નિમાણા…
સો સો વરસ રહે સિંધુમાં, ભીતર નહીં ભીંજાણા ;
જળનું તો કાંઈ જોર ન ચાલે, પલળે નહીં ઈ પાણા…
પળી ફરી પણ વરતિ ન ફરી, બોલ નહીં બદલાણા ;
છબી ફરી પણ ચાલ ફરી નહી, ભ્રાંતિ ગઈ નહીં ભાણા…
January 15th, 2011
એક નિરંજન નામની સાથે મન બાંધ્યો રે મારો – ભાણ સાહેબ
એક નિરંજન નામ સાથે, મન બાંધ્યો હે મારો રે,
ગુરુ પ્રતાપ સાધુકી સંગત, આયો ભવનો આરો રે…
એક નિરંજન…
ફૂડ કપટમાં કાંઈ નવ રાચ્યો, સતનો મારગ સાયો રે ;
ગુરુ વચનમાં જ્ઞાન કથીને, નિત ગંગામાં નાયો રે…
એક નિરંજન…
ઘટ પરકાશ્યા, ગુરુગમ લાધી, આવ્યો ચોરાશીનો છેડો રે ;
ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગી, શિવે જીવ સમાણો રે…
એક નિરંજન…
જળ ઝાંઝવામાં કોઈ ન ભૂલો, જૂઠો જગત સંસારો રે ;
ભાણ કહે ભગવતને ભજીયેં, જેનો સકલ ભુવન પસારો રે…
એક નિરંજન…
May 15th, 2010
મુળ કહું તો મહા સુખ હોવે – ભાણ સાહેબ – અરજણ ભગત