ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો
આનંદ આશ્રમમાં સચવાયેલી ધ્વનિમુદ્રિત કેસેટ્સ સામગ્રી કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે રૂપાંતર કરવા માટે, આપણા આ વિસરાતા જતા પરંપરિત વાગવારસાને અને લોકસંગીત-ભક્તિસંગીતની લૂપ્ત થવાને આરે ઊભેલી વિરાસતને ભવિષ્યની પેઢી માટે કાયમી જાળવી રાખવા શ્રી વિપુલ કલ્યાણી તંત્રીશ્રી ‘ઓપિનિયન’ (યુ.કે.) તરફથી એમના પિતાશ્રી સ્વ. શ્રી ભગવાનજી ઓધવજી કલ્યાણીના સ્મરણાર્થે બે કોમ્પ્યુટર સેટ તથા આનુષંગીક ખર્ચ માટેનું અનુદાન અને મુંબઇના ‘મેગ્નેટ ટેકનોલોજિસ’ના અશોકભાઇ કરણિયાનો માર્ગદર્શક સહકાર પ્રાપ્ત થતાં પ્રથમ તબક્કાના ભાગ રૂપે તમામ ભક્તિસંગીતની કેસેટ્સમાં સચવાયેલી લોકવિધા-લોકસાહિત્ય-સંતવાણીની ૧૯૦૦ જેટલાં ભજનોની ધ્વનિમુદ્રિત સામગ્રીને કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે પરિવર્તિત કરવામાં આવી છે, હજુ બાકી રહેલી લોકસંગીતની કેસેટ્સમાં સચવાયેલી સામગ્રીને પરિવર્તિત કરવાની કામગીરી કરવાની છે. આ તમામ સામગ્રી એડિટ કરતા જઇને તેના સૂચિકરણ-વિભાગીકરણ-વર્ગીકરણ અને જે તે રચનાના લિખિત પાઠ, પ્રથમ પંક્તિની વર્ણાનુક્રમે સૂચિ, સર્જક સૂચિ, ભજન ગાયક સૂચિ, ભજન પ્રકારો મુજબની સૂચિ તૈયાર કરવાની છે. આ સામગ્રીનો ઉપયોગ માત્ર સંશોધન માટે થશે. એનું વ્યવસાયિક ધોરણે વેચાણ કરવામાં આવતું નથી. આનંદઆશ્રમની આજ વેબ સાઇટ પરથી આ તમામ સામગ્રી વિના મુલ્યે જિજ્ઞાસુઓને ઉપલબ્ધ થતી રહેશે.