ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો


આનંદ આશ્રમમાં સચવાયેલી ધ્વનિમુદ્રિત કેસેટ્સ સામગ્રી કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે રૂપાંતર કરવા માટે, આપણા આ વિસરાતા જતા પરંપરિત વાગવારસાને અને લોકસંગીત-ભક્તિસંગીતની લૂપ્ત થવાને આરે ઊભેલી વિરાસતને ભવિષ્યની પેઢી માટે કાયમી જાળવી રાખવા શ્રી વિપુલ કલ્યાણી તંત્રીશ્રી ‘ઓપિનિયન’ (યુ.કે.) તરફથી એમના પિતાશ્રી સ્વ. શ્રી ભગવાનજી ઓધવજી કલ્યાણીના સ્મરણાર્થે બે કોમ્પ્યુટર સેટ તથા આનુષંગીક ખર્ચ માટેનું અનુદાન અને મુંબઇના ‘મેગ્નેટ ટેકનોલોજિસ’ના અશોકભાઇ કરણિયાનો માર્ગદર્શક સહકાર પ્રાપ્ત થતાં પ્રથમ તબક્કાના ભાગ રૂપે તમામ ભક્તિસંગીતની કેસેટ્સમાં સચવાયેલી લોકવિધા-લોકસાહિત્ય-સંતવાણીની ૧૯૦૦ જેટલાં ભજનોની ધ્વનિમુદ્રિત સામગ્રીને કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે પરિવર્તિત કરવામાં આવી છે, હજુ બાકી રહેલી લોકસંગીતની કેસેટ્સમાં સચવાયેલી સામગ્રીને પરિવર્તિત કરવાની કામગીરી કરવાની છે. આ તમામ સામગ્રી એડિટ કરતા જઇને તેના સૂચિકરણ-વિભાગીકરણ-વર્ગીકરણ અને જે તે રચનાના લિખિત પાઠ, પ્રથમ પંક્તિની વર્ણાનુક્રમે સૂચિ, સર્જક સૂચિ, ભજન ગાયક સૂચિ, ભજન પ્રકારો મુજબની સૂચિ તૈયાર કરવાની છે. આ સામગ્રીનો ઉપયોગ માત્ર સંશોધન માટે થશે. એનું વ્યવસાયિક ધોરણે વેચાણ કરવામાં આવતું નથી. આનંદઆશ્રમની આજ વેબ સાઇટ પરથી આ તમામ સામગ્રી વિના મુલ્યે જિજ્ઞાસુઓને ઉપલબ્ધ થતી રહેશે.


  • અજર પિયાલો મારા સંતો પીવે – લાલ – કલ્યાણદાસ મેસવાણીયા
  • અજરા મારગ રે શૂરાનાં – રવિ સાહેબ – ભીખારામ બાપુ
  • આજે ઘેરી લીધા શ્રી ગોપાલ ને – કીર્તન
  • અયોધ્યા નગરી ને રૂડા રામજી રે લોલ – ધોળ – કીર્તન – લાભુબેન રાજ્યગુરુ
  • અજવાળું રે હવે અજવાળું – દાસી જીવણ – વાના જેતા ઓડેદરા
  • અકળ કળા નવ જાણી મેરે દાતા – દાસી જીવણ – સાગરદાન ગઢવી
  • અખંડ રોજી હરીનાં હાથમાં – નરસિંહ – અમરનાથ બાપુ
  • અખંડ સાહેબજી કો નામ – કબીર – હેમંત ચૌહાણ
  • આપણા બાવાજી ગુસાઈ – મારકુંડ ઋષિ – સાજણ ભગત
  • અબધું તો રણકા ઝણકા હોતા હૈ ગગન મંડલ ઘટમાંય – દાસી જીવણ – સાજણ ભગત
  • આતમ સાયબો સંભારી લે – મેકરણ કાપડી – રણછોડ ભગત
  • અદલ ફકીર મેં આદ દરવેશા – રવિ સાહેબ – સાગરદાન
  • અભ્યાસ જાગ્યા પછી – ગંગાસતી – બાબુભાઈ લોડલીયા
  • અબ તો એસો કલયુગ આયો – સુરદાસ – આગમ – પરશોતમ પરી
  • આયે સદાશિવ ગોકુળ મેં – ઝાંઝી આઈ
  • આવ્યા આવ્યા રે આગમ ઢુંકડા – દેવીદાસ – આગમ – પરશોતમ પરી
  • આવી ઘટમાં બારી મેલી રે – ધીરો – સવદાસ વેગડા
  • આવી આવી કાંઈ વગડા વીંધતી – લોકગીત – હિંમતસિંહ ઝણકાટ
  • આવી આવી અલખ જગાયો બેની અમારે મોલે રમતો જોગી આવ્યો – ત્રિકમ સાહેબ – ભારતી વ્યાસ
  • આવેલા હુકમ બંદા છોડો નગરી – કબીર – મુળા ભગત
  • આવે ઓ ગુરુજીનો લાલ મોરલિયો વાળો વીર મહારાજ
  • એટલો સંદેશો મારા સદ્દગુરુ ને કેજો – મીરા – પોપટભાઈ ઘોડાદર
  • આપી અમને અમર છડી – કબીર
  • આપણે રામ ભજનમાં રહીએ – મીરા – નટવરગીરી ગોસ્વામી
  • આનંદ ઘડી હેતે ભજવા હરી – રવી સાહેબ – ભીખારામબાપુ
  • આણાં મોકલ ને મોરાર – બારમાસી – મનસુખભાઈ
  • અમને અમારી કાયા તણો નહિ વિશ્વાસ – જેઠીરામ – ભાણજીભાઈ ચાંદેગરા
  • આમાં જંતરી નો બજાવનાર કોણ છે – ભવાની દાસ – હેમંત ચૌહાણ
  • આલમની અસવારી જેદી આવશે – સવો – જગમાલ બારોટ
  • અલખધણી તમે પાટે પધારો – જ્ઞાનીદાસ – હેમંત ચૌહાણ
  • આજે વનરા વનમાં વાંસળી વાગી રહી હૈ – ધોળ – કીર્તન – લાભુબેન રાજ્યગુરુ
  • આજે આનંદ લહેર લાગી કબીરા કબ કા ભયા વૈરાગી – મછંદર – સાજણ ભગત
  • આજ સખી રે શામળીયે – દાસી જીવણ – હેમંત ચૌહાણ
  • આજ સખી રે અમે ગોકુળ ગ્યાતાં – નરસિંહ – હેમુ ગઢવી
  • આજ મેં તો દીઠા રે મેવાડી રામા ગણપતિ આવે ઝુલતા – લીરલબાઈ – દેવજી ભગત
  • આજ મારી ઝુંપડીયે અજમલનાં રામ આવજો – હરજી ભાટ્ટી – દેવદાન ગઢવી
  • આજ મારે સંતો રે પધાર્યા રંગ મોલમાં – લોયણ – વાના જેતા ઓડેદરા
  • આગળનાં જુગ એવા હતા – મેકરણ ડાડા કાપડી – કનુભાઈ બારોટ
  • આદિ અનાદીનું વચન – ગંગાસતી – હસુભાઈ આચાર્ય
  • આ રે શરીર પાછાં નહિ આવે – રતનબાઈ – મુગટલાલ જોશી
  • આ સંસાર માં રે સદ્દગુરુ પાર ઉતારે – મંગળદાસ, ભીખારામબાપુ ધારી
  • આ સમે જાગો, જાગે એને – મેઘ કચરો – સાજણ ભગત
  • આ રે કાયા નો હિંડોળો રચ્યો – રૂપાદે – બાબુભાઈ લોડલીયા
  • આ રે દિલ કા દર્દ કોઈ મીટાવે – કરીમશા – નિરંજન પંડ્યા
  • આ પંથ કોણે રે બતાવ્યો – કતીબશા, રૂપાદે – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • આ મન રે મારું વૈરાગી – રવિ સાહેબ – સાજણ ભગત
  • આ ખેલ ખોટો બંદા – રતનદાસ – ખીમા ગઢવી
  • આ છે રામ ભજવાનું – ડુંગરપુરી – માલદે ભગત મંડેર
  • આ બંદગી મત ભૂલ – કબીર – લાખાભાઈ શિયાળ
  • બેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ