ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો


આનંદ આશ્રમમાં સચવાયેલી ધ્વનિમુદ્રિત કેસેટ્સ સામગ્રી કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે રૂપાંતર કરવા માટે, આપણા આ વિસરાતા જતા પરંપરિત વાગવારસાને અને લોકસંગીત-ભક્તિસંગીતની લૂપ્ત થવાને આરે ઊભેલી વિરાસતને ભવિષ્યની પેઢી માટે કાયમી જાળવી રાખવા શ્રી વિપુલ કલ્યાણી તંત્રીશ્રી ‘ઓપિનિયન’ (યુ.કે.) તરફથી એમના પિતાશ્રી સ્વ. શ્રી ભગવાનજી ઓધવજી કલ્યાણીના સ્મરણાર્થે બે કોમ્પ્યુટર સેટ તથા આનુષંગીક ખર્ચ માટેનું અનુદાન અને મુંબઇના ‘મેગ્નેટ ટેકનોલોજિસ’ના અશોકભાઇ કરણિયાનો માર્ગદર્શક સહકાર પ્રાપ્ત થતાં પ્રથમ તબક્કાના ભાગ રૂપે તમામ ભક્તિસંગીતની કેસેટ્સમાં સચવાયેલી લોકવિધા-લોકસાહિત્ય-સંતવાણીની ૧૯૦૦ જેટલાં ભજનોની ધ્વનિમુદ્રિત સામગ્રીને કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે પરિવર્તિત કરવામાં આવી છે, હજુ બાકી રહેલી લોકસંગીતની કેસેટ્સમાં સચવાયેલી સામગ્રીને પરિવર્તિત કરવાની કામગીરી કરવાની છે. આ તમામ સામગ્રી એડિટ કરતા જઇને તેના સૂચિકરણ-વિભાગીકરણ-વર્ગીકરણ અને જે તે રચનાના લિખિત પાઠ, પ્રથમ પંક્તિની વર્ણાનુક્રમે સૂચિ, સર્જક સૂચિ, ભજન ગાયક સૂચિ, ભજન પ્રકારો મુજબની સૂચિ તૈયાર કરવાની છે. આ સામગ્રીનો ઉપયોગ માત્ર સંશોધન માટે થશે. એનું વ્યવસાયિક ધોરણે વેચાણ કરવામાં આવતું નથી. આનંદઆશ્રમની આજ વેબ સાઇટ પરથી આ તમામ સામગ્રી વિના મુલ્યે જિજ્ઞાસુઓને ઉપલબ્ધ થતી રહેશે.


  • કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કહેશું… – અભરામ ભગત
  • સરજુ ગાન
  • સામ ગાન
  • વાગે છે રે વાગે છે વનરાવન મોરલી… – મીરાંબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • સુખ સાગર શિવરાજ… – ગૌરીબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • સોહં સોહં બ્રહ્મ ભજી લે … – ગૌરીબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • રમતો જોગી રે, ક્યાંથી આવ્યો… – લીરબાઈ (પરબનાં શિષ્ય) – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી… – મીરાંબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવીયાં… – અમરબાઇ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • મહેનત કરીએ માધવજીની… – નાનીબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • કાનુડો માગ્યો દેને જશોદા મૈયા… – મીરાંબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • કાચી રામ કોણે ઘડી તારી કાયા.. રતનબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • જી રે વીરા ! ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રે… – લીરલબાઈ – ઉગમશી શિષ્ય – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • જી રે લાખા ! મૂળ રે વચનનો મહિમા છે મોટો… – લોયણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • હંસારાજા અબ મત છોડો… – દેવળદે – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • જેસલ કરી લે વિચાર… – તોરલ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • ગુરુ મારા સતની વેલડીએ… – લીરલબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • ભલો રે મેવાડ ગઢનો રાજા કુંભો… – લીલાવતી/લીલમબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે… – લીરલબાઈ (ઉગમશી શિષ્યા) – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • પીપળીયે પીરૂંના બેસણાં… – ઝબુબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • મારા અંતરના ઉદ્વેગ ગુરુજીએ ટાળ્યા રે… – માંગલબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • ભણતી સાં કાનજી કાળા રે… – પૂનાદે – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • અવધુત સોહી રે જોગીડો મનડાને ભાવે… – (દયાનંદ – હરસુર ગઢવી)
  • આતમ સાયબો સંભારી લે … – (ગંગેવદાસ – સેવાદાસ મહારાજ)
  • ભગતી ભાવ વીના નહી આવે… – (હોથી – સાગરદાન)
  • ભગતી સુરા કેરા કામ… – (તુલસીદાસ – દયા ભગત ગઢવી)
  • ભગતી શીશ તણું… – (ભોજા ભગત – લાખાભાઈ શીયાળ)
  • ભગતી કેરો મારગ રે ફૂલડાં કેરી પાંખડી… – (જેઠીરામ – નિરંજન)
  • ભાગ કાલિંગા ભાગી જા ને તુને દેવીદાસ મારશે… – (શાદુલ ભગત)
  • બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે… – (કીર્તન – પોબાભગત)
  • બેલીડા હાલો ને અંજાર… – (તોરલ – પ્રાણલાલ વ્યાસ)
  • બેડલા ને માથે ભાર ઘણેરો દિનાનાથ… – (મીરાબાઈ)
  • બંદગી બીના રે તેરો કોણ રે વસીલો ભાઈ… – (સવો – જગમાલ બારોટ)
  • બાણ તો લાગ્યા જેને… – (રવિસાહેબ – વાના જેતા ઓડેદરા)
  • બન ગયા ફકીર ગુરુ તારા નામની જંજીર… – (જેમલ ભારથી)
  • બન ચલે રામ… – (તુલસીદાસ – દયારામ બાપુ)
  • બાળકના સ્વરૂપે મને બાવાજી મળ્યા… – (સાઈ શેલાણી – સેવાદાસજી મહારાજ)
  • આવી આવી અલેખ જગાયો બેની અમારે મોલે… – (રવિસાહેબ – મથુરભાઈ કણજારીયા)
  • અવધુત સોહી રે જોગીડો મનડાને ભાવે… – (દયાનંદ – હરસુર ગઢવી)
  • અર્જુન ગીતા – ગીતાસાર – (ધોળ – લાભુબેન રાજ્યગુરુ)
  • આંખ વીના પંખ વીના એક નારી રે… – (કબીર – ધનજીભાઈ ચાવડા)
  • અનહદ લંગર ગાજે… – (ભવાનીદાસ – સાજણ ભગત)
  • અને વાલા પ્રીતમજી તમને શું કહું… – (નરસિંહ મહેતા / દેવીદાસ )
  • આનંદ મંગળ કરું આરતી… – (પ્રીતમ – આરતી – ઝાંઝી આઈ)
  • અમે રે વૈદ અગમ દેશના… – (શીલદાસ – કલ્યાણદાસ મેસવાણીયા)
  • આંબો અમર છે રે સંતો કોક ભોમ ને ભાવે… – (મોરારસાહેબ – નિરંજન)
  • સુદામા આખ્યાન ૧,૨ – અભરામ ભગત
  • જલારામ બાપાનું આખ્યાન – અભરામ ભગત
  • મારી બુડતી બેડીના તારણહાર (દાસી જીવણનું આખ્યાન) – અભરામ ભગત
  • કરેલા કરમના બદલા દેવા તો પડે – અભરામ ભગત