સત ગુરુ સાહેબ સહી કર્યા જેને પ્રેમ જ્યોતી પ્રકાશી રે – ભાણ સાહેબ
સત ગુરુ સાહેબ સહી કર્યા જેને પ્રેમ જ્યોતી પ્રકાશી રે – ભાણ સાહેબ
સદ્દગુરુ સાહેબ સઈ કર્યા જેણે પ્રેમ જ્યોતિ પરકાશી રે,
અખંડ જાપ આયો આતમ રો , કટી કાલકી ફાંસી ..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગગન ગરજીયા શ્રવણે સુણીયા મેઘ જ બારે માસી રે,
ચમક દામની ચમકન લાગી દેખ્યા એક ઉદાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગેબ તણા ઘડીયારા વાગે દ્વૈત ગયા દળ નાસી રે,
ઝીલપણામાં ઝાલર વાગી ઉદય ભયા અવીનાશી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
મહી વલોયા માખન પાયા ધૂત તણી ગમ આસી રે,
ચાર સખી મીલ ભયા વલોણા અમર લોકકા વાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
સપ્ત દીપ ને સાયર નાહીં , નહીં ધરણી આકાશી રે ,
એક નિરંતર આતમ બોલે , સો વિધ વીરલા પાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગેબ નિરંતર ગુરુ મુખ બોલ્યા , દેખ્યા શ્યામ સુવાસી રે,
સ્વપ્ને ગયા ને સાહેબ પાયા, ભાણ ભયા સમાસી ..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦