રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
August 1st, 2011
રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ, મેલી દઈ આ લોકની મરજાદ ;
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, ન હોય ત્યાં વાદ ને વિવાદ…
રમીએ તો રંગમાં રમીએ…
ભાઈ રે ! કર્તાપણું કોરે મૂકશો, ત્યારે આવશે પરપંચનો અંત રે ;
નવધા ભગતિમાં નિરમળા રહેવું, એમ કહે છે વેદ ને સંત…
રમીએ તો રંગમાં રમીએ…
ભાઈ રે ! સાંગોપાંગ એક રસ સરખો પાનબાઈ ! બદલે ન બીજો રંગ ;
સાચાની સંગે કાયમ રમવું પાનબાઈ ! કરવી રે ભગતિ અભંગ રે…
રમીએ તો રંગમાં રમીએ…
ત્રિગુણ રહિત મરને કરે નિત ક્રિયા, લાગશે નહિ કરતાનો ડાઘ રે ;
ગંગાસતી એમ બોલિયાં, તેને નડે નહિ કરમનો ભાગ…
રમીએ તો રંગમાં રમીએ…