મેં અલેકિયા નામ સાહેબના, સતની જોળી કાંધે ધરી – દયાનંદ
મેં અલેકિયા નામ સાહેબના, સતની જોળી કાંધે ધરી – દયાનંદ
મેં અહાલેકિયા પીર પછમ રા, સતની જોળી મારે કાંધે ધરી,
પીધો પિયાલો મેં તો લગન કરી, હો,
મેં અહાલેકિયા પીર પછમરા….૦
પાંચ રંગકા લિયા કપડા, શીત સંતોષ માંહે તાર ભરી,
પ્રેમને પડકારે જોળી નીકળી, જોળી હો ગઈ ખરેખરી…
મેં અહાલેકિયા પીર પછમરા….૦
પાંચ ફળિયાં, પચીસ મેડીયું, નવ દરવાજે જોયું ફરી,
ચાર પાંચ માંહે ખેલે જુગટીયા, ઉનકું મેલ્યા પરહરી…
મેં અહાલેકિયા પીર પછમરા….૦
ઓહમ અંચળા, સોહમ્ ચિપિયા, જ્ઞાન વિભૂતીમાં રેવું ભળી,
દશમે દરવાજે અલેક જગાવી, સારા શહેરમાં ખબરું પડી …
મેં અહાલેકિયા પીર પછમરા….૦
એક શબ્દ દીધો સાહેબજીએ, લીધો અલેકીયે લગન કરી,
દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે ચોરાશીમાં નાવું ફરી…
મેં અહાલેકિયા પીર પછમરા….૦