માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી…
માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી…
માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી
તેડાવો મારે જેતલપરના જોશી(જાણતલ પરના) જોશી કે આજ મારે લખવી છે કંકોતરી
બંધાવો મારે પ્રશાંતભાઈને છેડે કે જાય મારાં હિરલબેન ઘેર સાસરે
બેની રે તમે સૂતા છો કે જાગો, તમારે પિયર પગરણ આરંભ્યા
વીરા રે તમે કયો દેશથી આવ્યા, કે ક્યા ઘેર તમારા બેસણા
બેની રે અમે રાજકોટ શેરથી આવ્યાં કે, મધુરમ અમારા બેસણા
વીરા રે તેમ ક્યાં ભાઈના મોભી, કે કઈ બાઈ માતાને ઓદર વસ્યા
બેની રે અમે હસુભાઈના મોભી કે કુસુમબાઈ માતાને ઓદર વસ્યા
બેની રે મારી નવનલિયાની ઘેલી કે આંગણે આવ્યો વીરને ન ઓળખ્યો
વીરા રે તમે છોરૂ રે… કે વાછરૂ વાળતા વીરને ન ઓળખ્યો
વીરા રે તમે… બેસો તો કઢિયલ દૂધ કે આંગણે આવ્યો કે વીરને ઓળખ્યો
વીરા રે તને ભેરૂડે ભરમાવ્યો કે વાછરૂ વાળતા વીરને ન ઓળખ્યો
વીરા રે તમે રયો તો રાંધુ લાપશી, વીરા રે તમે બેસો તો કઢિયલ દૂધ
કે આંગણે આવ્યો ને વીરાને ન ઓળખ્યો
મોર્યે રે માટે…પ્રકાશ ભાઈના ઘોડા, કે પાધી વાગે ને ધરતી ધમ ધમ
વચમાં રે મારે હિરલબેનના માફા, કે હીરા ઝળકે રે સોના તણાં
વાંહે રે ઓલ્યો સમીર જમાઈ કામશિયો, કે કામશ તાણે ને ઘોડા કમકમેં…