મન તુ રામ ભજી લે રાણા તારે ગુણ ગોવીંદ ના ગાણાં – ભાણ સાહેબ
January 15th, 2011
મન તુ રામ ભજી લે રાણા તારે ગુણ ગોવીંદ ના ગાણાં – ભાણ સાહેબ
મન ! તું રામ ભજી લે – ને રાણા,
તારે ગુણ ચોવિંદનાં ગાણાં…
ખોટી માયાની ખબર પડી નહીં, કળ વિનાના કુટાણા ;
જૂઠી માયાસે ઝઘડો માંડયો, બળ કરીને બંધાણા…
કૂડિયા તારે કામ નહીં આવે, ભેળા ન આવશે નાણાં ;
હરામની માયા હાલી જાશે, રહેશે દામ દટાણાં…
કૂણપ વિના નર કૂણા દીસે, ભીતર નહીં ભેદાણા ;
હરિ વિનાના હળવા હીંડે, નર ફરે નિમાણા…
સો સો વરસ રહે સિંધુમાં, ભીતર નહીં ભીંજાણા ;
જળનું તો કાંઈ જોર ન ચાલે, પલળે નહીં ઈ પાણા…
પળી ફરી પણ વરતિ ન ફરી, બોલ નહીં બદલાણા ;
છબી ફરી પણ ચાલ ફરી નહી, ભ્રાંતિ ગઈ નહીં ભાણા…