બેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

બેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

બેદલ મુખસે મીઠાં બોલે, એની વાણીમાં વરમંડ ડોલે,
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
કોયલડી ને કાગ દોનું બેઠાં આંબાડાળે જી,
રંગ બેઉનો એક જ છે, ભાઈ ! રંગ બેઉનો એક જ છે, પણ બોલી એક જ નાંય …
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
હંસલો ને બગલો બેઉ બેઠાં સરોવર પાળે જી,
રંગ બેઉનો એક જ છે , ભાઈ ! રંગ બેઉનો એક જ છે,પણ ચારો એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
શ્યામ મુખની ચણોઠડી ઈ તો હેમ સંગે તોળાય છે રે,
તોલ બેઉનો એક છે, ભાઈ ! તોલ બેઉનો એક જ છે,એનું મૂલ એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
ગુરુ પ્રતાપે ભણે રતનદાસ, સંત ભેદુને સમજાય જી,
ધર્મરાજાને દ્વાર જાતાં, પ્રભુજીને દરબાર જાતાં, આડી ચોરાશીની ખાણ..
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

10 Responses to“બેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ”

  1. Rajesh dangar says:

    સાહેબ આજે તમારી મુલાકાતે આવિયા હતા પન તમે નંદીગ્રામ હતા .હુ વી.ડી.બાલા સાહેબ હિંગોલગઢ વાળા.ખુબ ગમ્યુ.મજા આવી અને તમારી સાઇટ નુ સરનામુ લાઇને આજે તમારા ભજન નો પાન લાભ લાઇ રહ્યો છુ.ખુબ સરસ છે.

  2. Farooq multani says:

    Namste,
    Gangasati temna bhajanma vartamanni vat kare che te vartaman kal che ke vartan ?

    • Dr.Niranjan Rajyaguru says:

      ગંગાસતીના ભજનોમાં વ્રતમાન તથા વર્તમાન અને વરતમાન એમ ત્રણ જુદા જુદા શબ્દો પ્રયોજાયા છે. અને લોક ભજનીકો આ ત્રણે શબ્દોના અર્થો જુદા જુદા આપતા હોય છે. જેના બદલે નહિ વ્રતમાન એટલે એવા શીલવાન સાધુ એ જે ભૂત કે ભવિષ્યમાં નહિ પરંતુ વર્તમાનમાં જ જીવતા હોય અને જેના અધ્યાત્મ વ્રતો ક્યારેય બદલાય નહિ અથવા તો જેની વૃતિ કે વર્તન એક સમાન રૂપે કાયમ રહે એમાં ક્યારેય વધ ઘટ કે અસમાનતા ન આવે. સંતવાણીના શબ્દોનાં અર્થઘટન જુદા જુદા સંપ્રદાય કે સંત પરંપરા પ્રમાણે થતા હોય છે એક જ પદનાં એક જ શબ્દનો વિભિન્ન સંત પરંપરાના ભજનીકો પોત પોતાની રીતે જુદો જ અર્થ આપતા હોય અને છતાં તે દરેકના અર્થ અધ્યાત્મ પરંપરા મુજબ સાચા હોઈ શકે એમાં શબ્દકોશના ચોક્કસ અર્થ કામ ન લાગે. – ડૉ.નિરંજન રાજ્યગુરુ

  3. Mahendra Andani says:

    Pranam & su prabhatam,Aap shri sathena 2 divsho a vismarniy rahya,lok sahitya ane prachi bhajni tena mul rup ane rag-dhhal ma sambhalva no amulya lahavo malyo e samay jane Ganga satiji na gamma betha hoy tevo tadras anubhav thayo..khub-khub aabhar….Mahendra na pranam .. Mahendra K.Andani .. .. Shree Patel Raas Mandali .. Latipur-361220,Dist. Jamnagar .. Mobil.9825260312

  4. વિપુલ કલ્યાણી says:

    રસતરબોળ, મારા સાહેબ. શત શત જૂહારું, બાપલિયા.

  5. સંજુ વાળા says:

    બહુ સરસ.. દાદા..
    પણ આ વાણીનો શબ્દ છે, આ વર્તમાન અને વરતમાન બન્નેને સંદર્ભતો હોય એવું લાગે. આપણા ભજનીકો સાધકો પણ છે. એણે કાળ અને વર્તન બન્ને સમાન રાખવા છે. આ જ આ અને કાલે બીજું એવું આ વાણીવાહકો ના સ્વીકારે . અરે એ તો વચનની આણ હોય છે. એમાં બેદલ ક્યાંથી ચાલે ? તમે પાયાનું કામ કરો છો
    અને અમારા જેવાને ઉપકૃત અને આભારી પણ …..

  6. deepak trivedi says:

    ભજન તેના મૂળ શબ્દ ભાજન પર થી આવ્યો છે એવું શબ્દકોશ કહે છે. ભાવની વહેંચણી એનો મૂળ ઉદ્દેશ રહ્યો છે . ભજનમાં આવતા શબ્દો ભાવનાં ઉત્તુંગ શિખર પર લઈ જાય છે. ભાવની ચરમસીમા વખતે શબ્દ પણ વિલીન થઇ જતો લાગે છે. તેથી શબ્દનું પહેલું પગથીયું જો વળોટી જઈએ અને ભાવમાં પ્રવેશ પામીએ તો પછી શબ્દાર્થ અને શબ્દની ભાંજગડમાં પડવાની જરૂર લાગતી નથી. આપના દ્વારા ભજનની ગરિમા જાળવીને આ કાર્ય ખુબ સુંદર રીતે થઇ રહ્યું છે . વિશેષતઃ લોકભોગ્ય રીતે થઇ રહ્યું છે તે પણ આનાદની વાત બની રહે છે . ફરી ફરી ખુબ ખુબ આભાર અને પ્રણામ આપશ્રીને અને આપશ્રીની ભજન-વંદનાને !!!
    —-દીપક ત્રિવેદી
    વ્યાખ્યાતા , સિવિલ ઈજનેરી વિભાગ , એલ. ઈ. કોલેજ, મોરબી

  7. Vinod Patel says:

    aapni site joi loksahitya santvani ni akhand ane avirat seva karya ne hraday thi birdaviye chhiye ane sat sat abhinandan.

  8. Jayshree Chudgar says:

    Man ne khoob shanti male che

  9. બેદલનો સંગ ના કરીએ…..સાવ સાચી વાત… વાન ન આવે પણ સાન જરૂર આવે.
    તા.૩-૨-૨૦૧૫ માઘ પૂર્ણીમાની આપની સાથેનો વાર્તાલાપ ભાવવિભોર થયા. આજે વેબસાઈટમાં જોયું ખજાનો મુક્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
    રામજીભાઈ વિરજીભાઇ બગડા, જુનાગઢ.

Leave a Reply