પાકો પ્રેમ જયારે અંગમાં આવે રે… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
પાકો પ્રેમ જયારે અંગમાં આવે રે… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
પાકો પ્રેમ જયારે અંગમાં આવે રે… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે રે, ત્યારે સાધના સર્વે શમી જાય
કરવું એને કાંઈ નવ પડે રે, એને સહેજે સમાધિ થાય રે…
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…
કર્તાપણું સર્વ મટી રે ગયું ત્યારે, જગત જૂઠું જાણ્યું કહેવાય
અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મળ રે, ત્યારે ખરી દ્રઢતા બંધાય રે…
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…
આવા પ્રપંચ એને નડે નહિ રે, જેને મટી ગયો પૂર્ણ વિકાર રે
અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી રે, અટકે નહિ જગત વહેવાર રે…
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…
ભાઈ રે ! શુદ્ધ વચનમાં સુરતા બંધાણી ને, મટી ગયો વાદવિવાદ રે
ગંગાસતી એમ બોલિયાં રે, એને આવે સુખના સ્વાદ રે…
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…