કોણ રે જાણે બીજું કોણ રે જાણે‚ મારી હાલ રે ફકીરી… (અમરબાઇ)

કોણ રે જાણે બીજું કોણ રે જાણે‚ મારી હાલ રે ફકીરી… અમરબાઇ – વાના જેતા ઓડેદરા

કોણ રે જાણે બીજું કોણ રે જાણે‚ મારી હાલ રે ફકીરી… અમરબાઇ – સેવાદાસજી મહારાજ

કોણ રે જાણે બીજું કોણ રે જાણે‚ મારી હાલ રે ફકીરી… અમરબાઇ – ઉર્મીલા ગોસ્વામી

કોણ તો જાણે રે બીજું કોણ તો જાણે… – અમરબાઇ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚

મારી હાલ રે ફકીરી !

દેવાંગી વિનાનું બીજું કોણ તો જાણે…

માલમી વિનાનું બીજું કોણ તો જાણે…

મારી હાલ રે ફકીરી…

જળની માછલિયું અમે પવને સંચરિયું રે‚

ખરી રે વરતી રે મારી લગીરે ન ડોલે…

મારી હાલ રે ફકીરી…

કાચનાં મોતીડાં અમે હીરા કરી જાણશું રે‚

અઢારે વરણમાં મારા હીરલા ફરે…

મારી હાલ રે ફકીરી…

ચોરાશી સિદ્ધની ધૂણી પરબે બિરાજે રે‚

સમરથ પુરુષ ભેળા રાસ રમે…

મારી હાલ રે ફકીરી…

પરબે જાઉં તો પીર શાદલ મળિયા રે‚

શાદલ મળ્યેથી મારાં નેણલાં ઠરે…

મારી હાલ રે ફકીરી…

ભગતિનો મારગ ઓલ્યા નુગરા શું જાણે રે‚

સમજ્યા વિનાના ઈ તો નોખાં નોખાં તાણે…

મારી હાલ રે ફકીરી…

દેવાંગી પ્રતાપે સતી અમરબાઈ બોલ્યાં રે‚

સમરથ સેવે તો રૂડી સાનું મળે…

મારી હાલ રે ફકીરી…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

6 Responses to“કોણ રે જાણે બીજું કોણ રે જાણે‚ મારી હાલ રે ફકીરી… (અમરબાઇ)”

  1. આદરણિય નિરંજનભાઈ,

    સેવાદાસજી મહારાજના અવાજમાં આ ભજન વર્ષોથી આકાશવાણી,રાજકોટ કેન્દ્ર ઉપર સાંભળવા મળતું હતું.અહીં જ્યારે સાંભળવું હોય ત્યારે સાંભળવા ઉપ્લબ્ધ કરી આપવા બદલ આભાર.

  2. K Odedra says:

    શ્રી નિરંજનભાઇ,

    જુના ભજનો સાંભળવાનો મોકો આપવા બદલ ખૂબ આભાર. તમારી સાઈટ એક ભજનખજાનો છે.

    જૂની કેસેટોના ભજનોને ડીજીટલ કરવા ખૂબ અઘરૂ કામ છે. આપને જાણ થાય કે, GOLDWAVE નામના સોફટવેરની મદદથી જૂના ગીતોમા રહેલા સૂસવાટાના અવાજો દૂર કરી શકાય છે તેમજ અવાજ દબાય ગયેલો હોય તો ઉપર લાવી બધા ગીતોનો અવાજ એક લેવલે લાવી શકાય છે. આ સોફ્ટવેર તમે નીચેની સાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો.

    http://www.oldapps.com/goldwave.php

    regards,
    K Odedra

  3. Dev says:

    ખુબ ખુબ આભાર ગુરૂ

  4. એન.આર.પડસાળા says:

    મુરબ્બી શ્રી નિરંજનભાઇ,
    જુના ભજનો ,ગીતો ,લોક સાહિત્ય વગેરેને એકઠુ કરી સાચવી રાખવાનું આ ભગીરથ કાર્ય આપ કરી રહ્યા છો તે ખુબ સરાહનીય છે.આપણી અસલ સંસ્કૃતિ હવે અસ્ત થઈ ચુકી છે.તેમાં થોડુ ઘણુ જે કાંઈ બચ્યુ છે તે સાચવવું રહ્યું.આપશ્રી એક સંશોધક તરીકે ઐતિહાસિક રીતે પ્રમાણભુત હોય તેવી માહિતી એકઠી કર્રી રહ્યા છો તે બદલ ખુબ ખુબ વન્દન.જુના સમયમાં બહેનો દ્વારા જન્માષ્ટમી વગેરે તહેવારો પર ગવાતા રાસડાઓ પુન:જીવિત કરવામાં આવે તો કેવું સારું?

  5. એન.આર.પડસાળા says:

    આદરણીય શ્રી નિરંજનભાઈ,
    ખરેખર આપ શ્રી લોક સહિત્યના સંશોધન ,સંપાદન અને સાચવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છો.લુપ્ત થઈ ગયેલી આપણી આ લોક સંસ્કૃતિને આપના જેવા જુજ જ મર્મજ્ઞ સાચવવા માટે મહેનત કરી રહ્યા છે.આપ શ્રી પ્રમાણભુત અને ઐતિહાસિક માહિતિના આગ્રહી છો તે એક ખરા સંશોધકના લક્ષણો છે.અનેક પુસ્તકો અને હસ્તપ્રતોનો સંગ્રહ આવનારા સમયના લોક્સંસ્કૃતિના ચાહકો તથા સંશોધકો માટે ખુબ ઉપયોગી થશે.આપણા ગામડાંઓની શેરીઓમાં ચાળીસેક વર્ષો પહેલા ગવાતા રાસડાઓ પુન:જીવિત કરવા માટે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવે તો કેવું સારૂં.

Leave a Reply