કંકુડે છાંટીને લખજો કંકોતરી…
September 22nd, 2012
કંકુડે છાંટીને લખજો કંકોતરી…
કંકુડે છાંટીને લખજો કંકોતરી, એમાં લખજો પ્રશાંતભાઈના નામ
મેં રાયજગ માંડિયો…
મારા સસરા આવ્યા ને સાસુ આવશે
મારો નો આવ્યો માડી જાયો વીર… મેં રાયજગ માંડિયો…
ગોરી કયો તો કાશીના ભ્રાંમણ મોકલું,
ગોરી કયો તો આપે તેડવા જાઉં, મેં રાય જગ માંડિયો…
સ્વામી ! તમ વિના ઘડીયે ન ચાલે, બે ઘડીયે ન ચાલે
વાણોતર મોકલો…
વાણોતરિયો મારે દીપાબેનનો કંથ, ભરત જમાઈ મોકલો
” કંકુ છાંટી કંકોતરી મોકલો ” ની સાબરકાંઠા આવૃત્તિ
કંકુ છાંટી કંકોતરી મોકલો
મોકલો મોકલો ગણેશધામ ગણપતી વહેલા આવજો.
ગણપતી તમે રે આવ્યા ને રિદ્ધિ સિદ્ધિ ના લાવ્યા;
રિદ્ધિ સિદ્ધિ વિના તો ઘડી ના ચાલે પા ઘડી ના ચાલે અવસર આવ્યા ઢુંકળા.
કંકુ છાંટી કંકોતરી મોકલો.
મોકલો મોકલો કૈલાશધામ શિવજી વહેલા આવજો.
શિવજી તમે રે આવ્યા ને પાર્વતી ના લાવ્યા …
પાર્વતી વિના તો ઘડીએ નાચાલે પા ઘડીએ ના ચાલે અવસર આવ્યા ઢૂંકળા
કંકુ છાંટી કંકોતરી મોકલો.
મોકલો મોકલો વૈંકુંઠધામ વિષ્ણુજી વહેલા આવજો.
વિષ્ણુજી તમે રે આવ્યા ને લક્ષ્મીજી ના લાવ્યા
લક્ષ્મીજી વિના તો ઘડીએ ના ચાલે પા ઘડીએ ના ચાલે અવસર આવ્યા ઢૂંકળા.
કંકુ છાંટી કંકોતરી મોકલો.
મોકલો મોકલો બ્રહ્માણ્ડધામ બ્રહ્માજી વહેલા આવજો.
બ્રહ્માજી તમે રે આવ્યા ને બ્રહ્માણીજી ના લાવ્યા.
બ્રહ્માણીજી વિનાતો ઘડીએ ના .ચાલે પા ઘડીએ ના ચાલે અવસર આવ્યા ઢુંકળા.