ઓસરિયાળા ઓરડા રે…
ઓસરિયાળા ઓરડા રે…
Audio Playerઓસરિયાળા ઓરડા રે, સુખડ રચિયા કમાડ વાજંતર વાગે છે રે
કિયા ભાઈએ રાયજગ માંડિયો રે, શૈલેષેભાઈએ રાયજગ માંડિયો રે
ચેતનભાઈએ બેસાડ્યા ગણેશ વાજંતર વાગે છે રે
ભાવેશભાઈ એ ગોરીને જગાડીયા રે, જાવ ગોરી વધાવો ગણેશ… વાજંતર…
નો જાણું એના ઓરડા રે, નો જાણું ખડકીના બાર.. વાજંતર વાગે છે રે….
ઉગમણા એના ઓરડા રે, આથમણા ખડકીના બાર… વાજંતર વાગે છે રે….
ભડ ભીંતે બેઠી પૂતળી રે, બાજોઠે બેઠા ગણેશ વાજંતર વાગે છે રે….
પગે હાલું ને હાથે હાંચરૂ રે, મોતીડે વધવું ગણેશ વાજંતર વાગે છે રે….
આંગણ મોટો માંડવો રે, ડેલીએ ધડુકે છે ઢોલ વાજંતર વાગે છે રે….
મોભે પારેવા ઘુઘવે રે, ટોડલે ટહુકે છે મોર વાજંતર વાગે છે રે….
મોભારે મોર મોતી ચણે રે, ફળિયામાં મોતીના ચોક વાજંતર વાગે છે રે….
વાજંતર વાગે વાંસળી રે, ત્રંબાલૂ વાગે છે ઢોલ વાજંતર વાગે છે રે….