વચન રૂપી દોરમાં સુરતા ને બંધો… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
July 28th, 2011
વચન રૂપી દોરમાં સુરતા ને બંધો… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
વચન રૂપી દોરમાં સુરતા ને બંધો… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
જુગતી તમે તો જાણી લેજો પાનબાઈ ! મેળવો વચનનો એક તાર
વચનરૂપી દોરમાં સુરતાને બાંધો, ત્યારે મટી જશે જમના માર…
જુગતી તમે તો જાણી લેજો…
જુગતી જાણ્યા વિના ભગતી નહિ શોભે, મરજાદ લોપાઈ ભલે જાય
ધરમ અનાદિનો જુગતીથી ખેલો, જુગતીથી અલખ તો જણાય…
જુગતી તમે તો જાણી લેજો…
જુગતીથી સહેજે ગુરુપદ જડે પાનબાઈ ! જુગતીથી તાર જોને બંધાય
જુગતીથી ત્રણ ગુણ નડે નહિ, જુગતી જાણે તો પાર પહોંચાય…
જુગતી તમે તો જાણી લેજો…
જુગતી જાણે તેને રોકે નહિ કોઈ, ઈ તો હરિ જેવા બની જાય
ગંગાસતી એમ બોલિયાં, તેને તો નમે જગનાં નરનાર…
જુગતી તમે તો જાણી લેજો…