યોગી થાવું હોય તો સંકલ્પ ત્યાગો ને… ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ
યોગી થાવું હોય તો સંકલ્પ ત્યાગો ને… ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ
યોગી થાવું હોય તો સંકલ્પ ત્યાગો ને… ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો ને, આદરો તમે અભ્યાસ રે
હરિ ભાળવા હોય તો હિંમત રાખો રે, જેનો પરિપૂરણ સરવેમાં વાસ રે.
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…
રજોગુણી તમોગુણી આહાર ન કરવો ને, સ્વપ્ને ન કરવી આશ રે
સત્વગુણી આહાર કાયમ કરવો રે, જેથી થાય બેઉ ગુણોનો નાશ રે…
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…
સત્વગુણમાં ભેદ છે મોટો રે, એક શુદ્ધ બીજો મિલન કે વાય રે
મલિન સત્વગુણનો ત્યાગ કરવો રે, ત્યારે પરિપૂરણ યોગી થાય રે…
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…
ભાઈ રે ! વિદેહ દશા તો એનામાં પ્રગટે, જે ત્રણે ગુણોથી થાશે પાર રે
ગંગાસતી એમ બોલિયાં રે, જેને લાગ્યો તુરીયાતીતમાં તાર રે…
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…