ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
August 16th, 2011
ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Playerભગતિ હરિની પ્રેમદા પદમણી… – (ગંગાસતી – મુગટલાલ જોશી)
Audio Playerભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ ! રહે છે હરિની જોને પાસ,
ઈ રે ભક્તિ જ્યારે ઉરમાં આવે, જ્યારે થાય સદ્દગુરુના દાસ…
ભગતી હરિની પદમણી…
અભયભાવના લક્ષણ બતાવું પાનબાઈ ! તમે સુણો એકાગ્ર ચિત્ત થઈ
એવા રે લક્ષણ સાંભળતાં પાનબાઈ ! અભયભાવ ચિત્તમાં પ્રગટાય…
ભગતી હરિની પદમણી…
સદ્દગુરુ વચનમાં સુરતાને રાખો, તો તો હું ને મારું મટી જાય
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, ત્યારે અભયભાવ કહેવાય…
ભગતી હરિની પદમણી…
એવા અભયભાવ વિના ભગતિ ન આવે, મરને કોટિ કરે ઉપાય
ગંગાસતી એમ બોલિયાં રે, તે વિના જીવપણું નહિ જાય…
ભગતી હરિની પદમણી…