પરિપૂરણ સતસંગ હવે તમને કરાવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
August 16th, 2011
પરિપૂરણ સતસંગ હવે તમને કરાવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Playerપરિપૂરણ સતસંગ હવે તમને કરાવું ને, આપું જોને નિરમળ જ્ઞાન રે ;
જનમવા મરવાનું તમારું મટાડીને, ધરાવું અવિનાશીનું ધ્યાન રે…
પરિપૂરણ સતસંગ તમને કરાવું…
નામ – રૂપને મિથ્યા જાણો ને, મેલી દેજો મનની તાણાવાણ રે ;
આવી બેસો એકાંતમાં ને, તમને પદ આપું નિરવાણ રે…
પરિપૂરણ સતસંગ તમને કરાવું…
સદા રહેજો સતસંગમાં ને, કરજો અગમની ઓળખાણ રે ;
નૂરત સુરતથી નિજ નામ પકડો રે, જેથી થાય હરિની જાણ રે…
પરિપૂરણ સતસંગ તમને કરાવું…
મેલ ટળે ને વાસના ગળે રે, કરજો પૂરણનો અભિયાસ રે,
ગંગાસતી એમ બોલિયાં, થાય મૂળ પ્રકૃતિનો નાશ રે…
પરિપૂરણ સતસંગ તમને કરાવું…