સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, વિવિધ સંત પરંપરાઓ, તેમના સિધ્ધાંતો, વિવિધ સાધના - ઉપાસના પધ્ધતિઓ અને સંતવાણીની મૂળ પરંપરાઓ વિશે પ્રમાણભૂત સંશોધન - અધ્યયન - સંપાદન - પ્રકાશન - પ્રસાર કરતી એકમાત્ર સંસ્થા એટલે...
સત નિર્વાણ ફાઉન્ડેશન, આનંદ આશ્રમ, ઘોઘાવદર, ગોંડલ, જી. રાજકોટ
આનંદ આશ્રમ પરિચય વિડીયો ....

પરંપરિત ભજનવાણીના સર્જકો – સંતો – ભક્તો – લોકકવિઓની વાણી આજે પણ ગામડાંના લોકભજનિકોની મંડળીઓમાં કંઠસ્થ પરંપરાથી જળવાઇને ગવાતી રહી છે. આ સત્ત સાહિત્યની જાળવણી માટે વર્ષોથી શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ કામ કરી રહ્યા છે. ડૉ. નિરંજન રાજ્યગુરુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંતપરંપરાનું ખૂબ ચીવટ અને પરિશ્રમપૂર્વક અધ્યયન કરનાર સૂઝ સમજવાળા સંશોધક અને બીજી તરફ એકદમ અલગારી, સંત સાહિત્યના મરમી ભજનિક ગાયક. વતન ઘોઘાવદરમાં સત નિર્વાણ ફાઉન્ડેશન નામની સંત સાહિત્ય પરંપરાનું સંવર્ધન સંશોધન કરતી સંસ્થા ઉભી કરીને એમણે કંઠ્યપરંપરામાં સચવાયેલા વિવિધ ભજનિકોએ પરંપરાના રાગો – ઢાળોમાં ગાયેલાં 3000થી વધારે ભજનોનું ધ્વનિમુદ્રણ કરીને ખંત પૂર્વક સંગ્રહ કરેલો જે અભ્યાસીઓ માટેની મૂલ્યવાન સામગ્રી છે. તો આસ્વાદકો માટેનો લોભામણો ખજાનો છે. સંતવાણીના આ ઓડિયો-વિડીયો-ધ્વનિમુદ્રણનાં અઢળક ખજાનામાંથી જુઓ અને સાંભળો લોકવાણીની થોડીક ઝલક..

સંપર્ક

સંપર્ક વિગતો

ડો.નિરંજન રાજ્યગુરુ, આનંદ આશ્રમ, ઘોઘાવદર, તા. ગોંડલ, જિ. રાજકોટ, ગુજરાત ૩૬૦૩૧૧

સેલફોન. ૯૮૨૪૩ ૭૧૯૦૪

Contact Details

Dr. Niranjan Rajyaguru, Anand Ashram, Ghoghavadar

Ta. Gondal, Dist. Rajkot Gujarat 360 311

Cell No. : 98243 71904

E-mail : satnirvanfoundation@gmail.com